આગામી તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯ નજીકમાં હોય અને શહેરીજનો આ તહેવાર શાંતીપુર્ણ અને ભયમુક્ત વાતાવરણમા તહેવાર મનાવી શકે તે સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.એ ગુજરાત રાજ્યના તમામ પોલીસ અધિક્ષકઓ તથા રેન્જ વડાઓને તકેદારીના પગલા લેવા આદેશ કરતા ભાવનગર રેન્જના ડી . આઇ.જી.પી. અશોક કુમાર સાહેબની સુચના અનુસંધાને અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર ભાવનગર જીલ્લાના તમામ થાણા અધિકારી તથા એલ.સી.બી./એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. તથા વિભાગીય પોલીસ અધિકારીઓને આ બાબતે સતર્ક રહેવા અને તકેદારી રાખવા સુચનાઓ કરેલ હતી.
જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ તંત્ર દ્વારા શહેરીજનો તથા જીલ્લાના લોકો આ ૩૧ ડિસેમ્બર નો તહેવાર શાંતીપુર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં મનાવી શકે તે સારૂ આગામી તા.૦૨/૦૧/૨૦૨૦ સુધી ખાસ એક પ્લાન બનાવેલ છે. અને આ એક્શન પ્લાનમાં ખાસ આ તહેવારમાં અગાઉ ધ્યાને આવેલ તે મુજબ તહેવાર મનાવવા નશો કરતા અને દારૂનુ સેવન કરતા ઇસમો સામે લાલ આંખ કરી તેઓને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ છે તેમજ તહેવાર દરમ્યાન ભીડભાડ વાળી જગ્યાઓ તથા હોટલો તથા ફાર્મ હાઉસો તથા પાર્ટી પ્લોટો તથા સિનેમા ઘરો વિગેરે જગ્યાઓએ પોલીસ ખાનગી કપડાંમાં રહી વોચ રાખશે અને કોઇ ગેરકાયદે પ્રવૃતી ધ્યાને આવ્યું કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે . તેમજ જે વિસ્તારમાં મહિલાઓનીએ અવર જવર વધુ હશે આવા વિસ્તારમાં પણ ખાનગી કપડામાં મહિલા પોલીસ અધિકારી/કર્મચારીઓને તહેનાત રાખવામાં આવશે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.પોલીસે પણ નાગરીકોને તહેવાર શાંતીપુર્ણ રીતે ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરેલ છે. અને તેમજ કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ધ્યાને આવ્યે ભાવનગર પોલીસ કંટ્રોલ રૂમમા ફોન નંબર ૦૨૭૮ ૨૫૨૦૨૫૦, ૨૫૨૦૩૫૦ તથા ટોલ ફી નંબર ૧૦૦ કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરેલ છે.