રાજુલા ખાતે અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાના રાજુલા મંદિરનો ૧પમો પાટોત્સવ ગઢડા, ધારી, મહુવાના કોઠારી ભક્તિતનય સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો.
રાજુલા સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાના ભવ્ય મંદિરનો ૧પમો પાટોત્સવ ત્રણ મહામંદિરો સંતોમાં ગઢડાના મંદિરના કોઠારી અદ્યાત્મસ્વરૂપ સ્વામી, ધારી મંદિરના કોઠારી, પૂજ્ય દિનબંધુ સ્વામી તથા મહુવા બીએપીએસ ભવ્ય મંદિરના કોઠારી પૂજ્ય ભક્તિતનય સ્વામીની ઉપસ્થિતિ અને રાજુલા મંદિરના કોઠારી અખંડ મંગળ સ્વામી તથા પૂજ્ય સરળ મૂર્તિ સ્વામી તથા બીએપીએસ જબરદસ્ત સંસ્થાના તમામ ભાઈ-બહેનો દ્વારા રાજુલા શહેર તેમજ બહારગામથી પધારેલ. હરીભક્તો ગ્રામવાસીઓ ર૦૦૦ ઉપરાંત ભવ્ય પૂજન અને સ્વામીની કથાનો લાભ લીધો તેમજ સાથે સાથે મંદિરમાં બિરાજમાન સ્વામીનારાયણ ભગવાન તથા ઉત્તરોત્તર પૂજન ગુણાતિતનંદ સ્વામી, મહામુક્ત પ્રાગજી ભગત, પૂજ્ય જગાસ્વામી, મહા સમર્થ, શાસ્ત્રી મહારાજ, પૂજ્ય સંત શિરોમણી યોગીજી મહારાજ, સમર્થન સંત પ્રમુખ સ્વામી મહારાજ અને હાલના પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો ભવ્યાતિભવ્ય અન્નકુટ ઉત્સવ ધરાયો જેની મહાપ્રસાદી ર૦૦૦ ઉપરાંત મુક્તજનોએ લીધેલ.