સમસ્ત રાજપૂત ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

764

સમસ્ત રાજપૂત સમાજના સતત ચોથા વર્ષે રાજપૂત સમાજ ના ભાઈઓ માટે ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદા-જુદા રાજ્યો ની 17 ટિમો એ ભાગ લીધો હતો. જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા,પાટણ,જામનગર,સિહોર,રાજકોટ સહિત ની ટિમો એ ભાગ લીધો હતો. કે.બી.ઝાલા પ્રેરિત રાજશક્તિ ક્રિકેટ ટીમ આયોજિત નું ઉદ્દઘાટન મેયર મનભા મોરી એ કર્યું હતું.જેની ફાઇનલ મેચ રાજશક્તિ ભાવનગર vs જામનગર વચ્ચે રમાઈ હતી. જેમાં રાજશક્તિ ભાવનગર ની ટીમ વિજેતા થઈ હતી. આ વિજેતાઓને ટ્રોફી મેયર મનભા મોરી તથા કે.બી ઝાલા દ્વારા એનાયત કરાઈ હતી. આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા રાજપુત સમાજ ના ભાઈઓ એ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleસમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલન,સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ યોજાશે
Next articleસાતેક મહીના પહેલા ચોરી કરેલ એકટીવા સાથે એક ઝડપાયો