ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે કુંભારવાડા સર્કલ તરફથી ગઢેચી વડલા તરફ ના રસ્તે એક ઇસમ શંકાસ્પદ હોન્ડા એકટીવા સ્કુટર ગ્રે/સીલ્વર કલરનુ નંબર પ્લેટ વગરની સાથે આવવાનો છે તે મોટર સાયકલ ચોરી કરી લાવેલ છે તેવી હકિકત મળતા પંચો સાથે બાતમી વાળી જગ્યાએ જઇ ખરાય કરતા બાતમી તથા વર્ણન વાળો ઇસમ મળી આવતા નામ સરનામું કરશનભાઇ ઉર્ફે ઘોહો દેવજીભાઇ શિયાળ જાતે કોળી ઉ.વ.૩૦ રહે.ભારાપરા ગામ તા.તળાજા જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ તેની પાસેના હોન્ડા એકટીવા મો.સા.ગ્રે/સિલ્વર કલરનુ જેની આગળ પાછળની નંબર પ્લેટ વગરનુ જેના એન્જીન નંબર-JF50EG0012872 તથા ચેસીઝ નંબર-ME4JF50ADKG012296 નું મળી આવતા કાગળો માંગતા નહી હોવાનું જણાવતા અને આઘાર પુરાવા રજુ કરવા જણાવતા ફર્યુ ફર્યુ બોલતા અને આઘાર પુરાવો રજુ નહી કરતા સદરહું મો.સા. ચોરી કરી અગર છળ કપટથી મેળવેલાનું જણાતા શકપડતી મિલ્કત ગણી C R P C -૧૦૨ મુજબ કિ.રૂ. ૪૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. અને મજકુર ઇસમને C R P C -૪૧(૧) ડી મુજબ ઘોરણ સર અટકાયત કરી મજકુરની વિશેષ પુછપરછ કરતા સદરહું મો.સા. તેણે કુંભારવાડા મોતીતળાવ રામાપિરના મંદિરની સામે નાળા પાસેથી સાતેક મહીના પહેલા ચોરી કરેલાની કબુલાત કરતા તેના વિરૂધ્ધમાં કાગળો તૈયાર કરી ભાવનગર શહરે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ભયપાલસિંહ ચુડાસમા તથા વિઠ્ઠલભાઇ બારૈયા,રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.