શ્રાવ્યબાગના મઘમઘતાં પુષ્પો (અનુભવના ઓટલે અંક ૪૧)

724

સામાન્ય બાગમાં આપણને સુગંધી પુષ્પો,અવનવા રંગોમાં ખીલેલા જોવા મળે છેપરંતુ શ્રાવ્ય બાગમાં અવાજરૂપી છોડ પરઊગી નીકળેલા પ્રજ્ઞાલોકના અનોખા કુદરતી રંગોમાં શોભતા પુષ્પો ઠેરઠેર નજરે ચડે છેપડકારની સુવાસથી મહેકતાં રંગબેરંગી મઘમઘતાં ફૂલોને નિહાળવાનો નજારો આપણને અવાજની દુનિયામાં ખોવાઈ જવાથી જડે છેજેઓ અંતરની આંખો વડે,જગતને જાણી લે છેતેઓ આત્મશ્રદ્ધાના પ્રકાશ વડે પોતાની પ્રગતિના પંથ પર ડગ માંડે છેદોડવા લાગે છેતેમની કલાના રૂપાળા રંગો દૃષ્ટિવાન લોકોની ચાહ બની જાય છે.

૨૬ ડિસેમ્બર ૨૦૧૯ ની સોનેરી સવારપોતાની શોભાનું કામણ સંકેલી વિદાયની વાટ પકડે, તે પહેલાં તો સૂર્યને બાનમાં લીધો હોય તેવું આકાશ દેખાવા લાગ્યુંકેટલાંક પ્રદેશમાં સૂર્ય સાવ ઢંકાઈ ગયો હતોસાઉથના રાજ્યોમાં તેની વિશેષ અસર જોવા મળી હતીસૂક્ષ્મદર્શક વડે સૂર્યગ્રહણનું દ્રશ્ય નિહાળતા લોકો સાઉથના રાજ્યોમાં ઠેરઠેર જોવા મળતા હતાજ્યારે બીજી તરફ જેને અવાજની દુનિયાના બાદશાહ કહી શકાયતેવા ગુજરાત રાજ્યની અંધશાળાઓના પ્રજ્ઞાચક્ષુ કલાકાર મિત્રો પોતાની કલાના રૂપેરી રંગોના મોતી વેરવા ભારે ઉતાવળા બની થનગની રહ્યા હતા.

ભાવનગરના ખૂબ જાણીતા એવા યશવંતરાય નાટ્યગૃહ શ્રી કૄષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના યજમાન પદે, રાષ્ટ્રીય અંધજનમંડળ ભાવનગર જિલ્લા શાખા અને રાજ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અખિલ ગુજરાત નેત્રહીન રાસ ગરબા-૨૦૧૯ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ  સંસ્થાઓની ૧૩ ટીમોએ ભાગ લીધો હતોપ્રાચીન અને અર્વાચીન એમ બે વિભાગમાં  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુંજેને કલાનાં કસબી કહી શકાય તેવા અમૂલભાઈ પરમારનિપાબહેન ઠક્કરહરેશભાઈ પટેલમમતાઝબહેન સમામાનસીબહેન નાથાણી અને મિહિરભાઈ વજેરિયાએ નિર્ણાયક તરીકેની પોતાની સેવાઓ આપી હતી. પ્રજ્ઞાચક્ષુ બહેનોએ શ્રાવ્યબાગની શોભાને સજાવા પોતાની કલાના રંગો છૂટ્ટા હાથે આજે પાથર્યાં હતાંતેમણે જાણે અભિનયના અજવાળેગ્રહણમાં સપડાયેલા સૂર્યના તેજની પૂર્તતા કરવા યત્ન આરંભ્યો હતોબંધ આંખોમાં સોનેરી સપના આંજી આવી પહોંચેલા પ્રજ્ઞાચક્ષુ કલાકાર બહેનો આજે જરા પણ નમતું જોખવા તૈયાર  હતા.

આંખ મારી ઊઘડે ને,

મંજિલ શોધું,

ઉરમાં ઉમંગ ધરી,

મનમાં હું હરખું,

બાહ્ય આંખોનું તેજ ભલે લીધું,

અંતરની ખોલી આંખો,

કામણ તેં કીધું.

ઉષાના રંગો લઈ,

નાચે મારું હૈયું,

અભિનયના અજવાળે,

ચાહે “ઝગમગ

જગત સારુ.

 

બાહ્ય જગતને જીતવા માત્ર બાહ્ય ઇન્દ્રિયની શક્તિ કામ લાગતી નથીજીતવા માટે જિજીવિષા પણ હોવી જરૂરી છે. ઝંખના વિના આપણને કદીએ સફળતા મળતી નથી. એક આળસુ માણસ હતોતે જરા સરખો પણ શ્રમ કરવા તૈયાર થતો નહિતેના માતાપિતાએ તેને ખૂબ સમજાવ્યો કે મહેનત કર્યા વિના  જગતમાં આપણને કશુએ મળતું નથીતેથી દરેક વ્યક્તિએ મહેનત કરવી પડે છેતું પણ જો મહેનત નહિ કરે તો તને ધન, સંપત્તિ કે ખાવા પિવાનું કશુએ મળશે નહિતું ભારે દુ:ખી થઈ જઈશમાટે મહેનત કરવાનું રાખપેલા આળસુ માણસ પર તેની કોઈ અસર થતી નથીઆખરે તેના માતાપિતા કંટાળી તેને ઘરબાર છોડી નીકળી જવા હુકમ કરે છેઆળસુ માણસ ઘર છોડી નીકળી જાય છેચાલતાચાલતા ગામની બહાર પહોંચી જાય છેધોમધખતા સૂર્યના તાપથી બચવા તે એક વૃક્ષની નીચે આશરો લે છેભૂખ અને થાકના લીધે તે થોડીવારમાં વૃક્ષના શીતળ છાંયામાં ઘોર નીંદરમાં સરી પડે છેપવનની ઝડપ વધતા  વૃક્ષ પરથી જાંબુડા ખરવા લાગે છેઆળસુ માણસની આસપાસ ઘણા જાંબૂડા ખરે છેસૂતાસૂતા એક પણ જાંબુને તે સ્પર્શી શક્યો નહિએટલે તેમણે પોતાનું મોં ખોલી વૃક્ષ પર નજર દોડાવીપવન ધીમો પડી જવાથી જાંબુ ખરતાં બંધ થઈ ગયાએટલામાં થોડીવારમાં  એક ઊંટ પ સવારી કરી ત્યાંથી માણસ પસાર થતો તેને નજરે પડ્યોમોટો અવાજ કરી તે બોલ્યો:  ઊંટ સવાર, જરા નીચે ઊતરમને થોડી મદદ કરસાંભળી ઊંટ સવાર ઘડીનો પણ વિલંબ કર્યા વિના નીચે ઊતરી પેલા વૃક્ષ નીચે સુતેલા માણસ પાસે પહોંચી ગયો: હે મહાશય, હું આપની શી સેવા કરી શકુ છું? આપને શી બીમારી લાગુ પડી છે? જો આપ કહો તો હું આપને મારા ઊંટ પર બેસાડી હકીમ પાસે સારવાર માટે લઈ જવા તૈયાર છું. સાંભળી આળસુ માણસ બોલ્યો: હજૂર, પેલું જાંબુ મારા મુખમાં મૂકોમને ભારે ભૂખ લાગી છેઆજુબાજુ ઘણા જાંબુ પડ્યા છેતે વીણી વારાફરતી મારા મુખમાં મૂકવાનું ચાલું રાખવા તમને અપીલ પણ કરુ છુંભૂખ્યાને ભોજન કરાવવાની ભલામણ આપણો ધર્મ પણ કરે છેહે મહાશય, તમને મફતમાં પુણ્ય કમાવાની તક મળી છેતમને પુણ્ય પ્રાપ્ત થશે અને મારી ભૂખ ભાંગશે. ઊંટ સવારનાં મગજનો પારો આસમાને ચડી ગયોતેમણે આળસુ માણસને બે-ચાર લાત લગાવી ચાલતી પકડીબધા અંગો સાજા હોવા છતાં આળસુ સ્વભાવનો માણસ જાંબુના બદલે જાંબુના  વૃક્ષ નીચે લાતો ખાય છેતેમાં દોષ કોનો કાઢશો? ઊંટ સવારનો કે માર ખાનાર આળસુ માણસનો?

આપણે ઘણી વેળાએ આળસુ માણસની જેમ વરતીએ છીએમફતમાં મળેલી તક ખોઈ બેસીએ છીએખોટા ઉધામા પણ આદરી દુ:ખી થતા હોઈએ છીએતેમાં તમે કોનો વાંક કાઢશો? ઇશ્વરનો? તમારા કર્મનો? કે તમારા નસીબનોતમે કદી તમારી જાતને પ્રશ્ન પૂછ્યો છે?

ઉત્તર સીધો અને સરળ છેઊંટ પર બેઠેલા માણસ પાસે આપણી આળસના કારણે મદદ માગવા જઈએ તો મદદ મળવાના બદલે માર  ખાવો પડેઆળસુ દીકરાને તો સગો બાપ પણ સંઘરવા તૈયાર થતો નથીતેમાં બાપની લાગણીનો અભાવ હોતો નથીદીકરાની કર્મનિષ્ઠાનો અભાવ હોય છે.

 

નિષ્ઠાની વાત નીકળી  છેત્યારે રાસગરબાની સ્પર્ધામાં અખીલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ,સંચાલિત સૌરાષ્ટ્ર પ્રજ્ઞાચક્ષુ સખીમંડળની બહેનોની એક નોંધવા જેવી વાત ઉલ્લેખવાનું મન થાય છેબંને પગે દોડતો દીકરો જ્યારે પોતાની આળસના લીધે પિતાને પાવળુ પાણી આપવા પગ ઉપાડતો નથીત્યારે પાપા પગલી ભરતી પુત્રી પોતાના નાના પગ ઉપાડી પિતાની તરસ છિપાવી દે છેઅનેક મોટી સંસ્થાઓએ આળસ અને ઉદાસિનતાના લીધે સ્પર્ધામાં ભલે ભાગ  લીધોપરંતુ જેમણે પોતાની પાપા પગલી ભરવાનું હજુ હમણા  શરૂ કર્યું છેતે સૌરાષ્ટ્ર સખીમંડળને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છેકારણ સખીમંડળે માત્ર ભાગ લેવા ખાતર લીધો  હતોતેમણે તો પ્રાચીન વિભાગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી પોતાની અદ્રશ્ય શક્તિના પણ દર્શન કરાવી આપ્યા છેકોઈ સાધન નહિ, કોઈ સગવડ નહિકોઈ બજેટ નહિ છતાં દૃઢ મનોબળ અને સંકલ્પશક્તિ વડે તેમણે વિજય હાંસલ કર્યો છનિષ્ઠા અને ક્રિશાના વિશ્વાસનો પણ  વિજય ગણી શકાય તેવી  ઘટના છેઅમારી નિષ્ઠા અને આપણા બહેન શ્રી કીર્તિદાબહેન અને હસુમુખભાઈ ધોરડાની દીકરી ક્રિશાએ મળીને સખીમંડળની સ્પર્ધામાં રજૂ થયેલ કૃતિની કોરીઓગ્રાફી કરી હતીબંને દીકરીઓથી ઉંમરમાં મોટી બહેનોને શીખવવાનો પડકાર તેમણે ઉઠાવ્યો હતોબંને અમારી દીકરીઓનો પ્રજ્ઞાચક્ષુ બહેનોને શિખવવાનો  પ્રથમ અનુભવ પણ હતોજુદીજુદી વયજૂથ ધરાવતા બહેનો પાસેથી કામ લઈઅભિનયની દુનિયામાં કદમ ઉપાડી જીતવાનું હતુંઘણું કપરું કામ નિષ્ઠા અને ક્રિશાએ ચપટી વગાડતા  કરી બતાવ્યું છેતે બંને દીકરીઓને પ્રસાર માધ્યમની પાંખે મારા અભિનંદન છેમાણસની ઇચ્છાશક્તિ કેટલું સુંદર પરિણામ આપી શકે છે!

શ્રાવ્યબાગને સજાવા આપણી કોરીઓગ્રાફી કરનાર બંને દીકરીઓની વિચારધારાને આગળ ધપાવી શકે તેવુ સામર્થ્ય ધરાવતું માનવબળ કેળવવું પડશેત્યારે જ આપણને ધારી સફળતા મળી શકશેશ્રાવ્યબાગનું મઘમઘતું પુષ્પ દિન-પ્રતિદિન ફાલેફૂલેતે જોવાની સૌ કોઈની સહિયારી જવાબદારી છે. ૧૯૮૧ નું વર્ષ સમગ્ર વિશ્વમાં વિકલાંગ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતુંજેના છેલ્લા ચાલીશ વર્ષમાં આપણને ખૂબ સારા પરિણામો મળ્યા છેખાસ કરીને અંધજનોના શિક્ષણ ક્ષેત્રના નવા દ્વાર ખૂલી રહ્યા છેવિકાસ પામતી ટેકનોલોજી તેનું ચાલકબળ પુરવાર થયું છેઇ-મેઈલવ્હોટ્સ એપફેસબુક, વેબસાઈટ, યૂ-ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટીક-ટોક જેવા અનેક માધ્યમોની મદદથી સંદેશાની આપ-લે ગણતરીની સેકંડોમાં આપણે કરી શકીએ છીએજેના કારણે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પણ અન્ય વ્યક્તિની જેમ જ્ઞાન પ્રાપ્તિની ખૂલેલી અવનવી દિશાઓમાં આગળ વધતો રહે છેકોપ્યૂટર, મોબાઈલ અને એના જેવા બીજા ઘણાં ડિવાઈસ પ્રગતિના પડઘમ સાથે અંધજનોની વારે આવી રહ્યા છે બધી ક્રાંતિ ઇશ્વરની ઇચ્છા અને તેમની કૃપા વડે થઈ રહી છેએક વખતનો માણસ અંધ વ્યક્તિને પાપી માનતો હતોતેને ઘરની દીવાલો વચ્ચે કાં તો પૂરવામાં આવતો હતોકાં તો તેનો ત્યાગ કરી દેવામાં આવતો હતોમેં અંધજનોના ઇતિહાસનો અભ્યા કર્યો છેમને તેમાં બે બાબત જાણવા મળી છે.

એક વર્ગ એમ માનતો હતો કે અંધ વ્યક્તિ ગયા જન્મનો પાપી આત્મા હોવાથી તેને ઇશ્વરે શિક્ષા કરવા અંધાપો આપ્યો છેતેનો ત્યાગ કરવામાં પરિવારની ભલાઈ છેબીજો એક વર્ગ એમ માનતો હતો અંધપો ભલે શિક્ષા કરવા ભગવાન આપતો હોય છેપણ જો તેને આપણે મદદ  કરીએ તો ઇશ્વર નારાજ થઈઆપણને પણ શિક્ષા કરવા અંધાપો આપી શકે છેતેથી ડરના માર્યા કેટલાંક લોકો અંધજનને મદદ કરવાનું પસંદ કરતા હતા.

મિત્રો આજે સમય બદલાયો છેકોઈ પણ અપેક્ષા વિના લોકો અંધજનોને મદદ કરવા આગળ આવવા લાગ્યા છેલાખો ધનાઢ્ય પરિવાર પોતાની લક્ષ્મી અંધજનોના કલ્યાણ માટે વાપરતા થયા છેઅનેક લોકો અંધજનોના સેવાયજ્ઞમાં પોતાનું શ્રમદાન આપી રહ્યા છેઅંધજનો માટેનો  સુવર્ણકાળ છેઆપણે તેનો લાભ ઉઠાવીએએવી મારી દરેક બંધુઓ અને ભગિનીઓને પ્રાર્થના છે.

હું હંમેશા અવાજની દુનિયાનો ચાહક બની, ઇશ્વરની સૄષ્ટિને સજાવવા માગુ છુંઅવાજની દુનિયાના દરેક મઘમઘતાં પુષ્પોની સુગંધ મારા ભીતરમાં ભરી લેવા ઇચ્છુ છુંમને શ્રાવ્યબાગની મહેક મારી મંજિલ પર ચાલવા શક્તિ આપે છેઅંધજનોના વિકાસ માટે અવનવા પ્રદેશમાં હું ડગ માંડતો રહું છુંઆવા  એક પ્રયત્નના ભાગરૂપે પાલિતાણા મુકામે ભાવનગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વહીવટી કર્મચારીઓના સંઘના સેમિનારમાં ખાસ યોજાયેલ સંગીત સંધ્યા કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને લઈને જવાનું થયું હતુંકમનસીબે મારે બાળકોનો કાર્યક્રમ શરૂ થાય તે પહલા  એક માઠા સમાચાર મળતા નીકળી જવું પડ્યું હતુંઅમારા શિક્ષક ઋષિકેશભાઈ પંડ્યા અને રમેશભાઈ સાટિયાએ બાકીનો દોર સંભાળી લીધો હતોસમગ્ર કાર્યક્રમમાં બંને શિક્ષકમિત્રોના નેતૃત્વ નીચે બાળકોએ લગભગ દસબાર કૄતિઓ પ્રસ્તુત કરી હતીસુગમ સંગીત, ભજન અને ફીલ્મી ગીતો પ્રસ્તુત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય સંઘના પ્રતિનિધિઓ ખૂબ જ પ્રભાવિત થયા હતાબાળકોની કૄતિઓ માણી લોકો વરસી પડ્યા હતાહું લોકોની આર્થિક ઉદારતા કરતા સંવાદની સરિતાના નીરને પખાળવાની મળેલી તકને વધુ મહત્વની માનુ છું. પ્રજ્ઞાચક્ષુઓની કલાશક્તિઓને પ્રદર્શિત કરવાનું મારું અભિયાન દિન-પ્રતિદિન આગળ ધપતું રહે છેમારું  અભિયાન કોઈ એક ચોક્કસ સંસ્થાવિસ્તાર કે વ્યક્તિ પૂરતું સીમિત નથીતેથી હું નિરંતર દરેક ક્ષેત્રમાં ડગ માંડતો  રહું છું.

શ્રાવ્યબાગનું પુષ્પ બની ભલા તેં મને મહેકવા દીધો,

ચમન મહી ચમકવા રૂપાળો રંગમંચ દીધો.

દર્પણની દુનિયામાં ભલા કોઈનો પ્રકાશ થઈ,

ઉજાસ ભરી દીધો.

ઝગમગ કહે શિષ ઝુકાવી પ્રભુ, તેં મારી આશાનો પ્રદેશ ભરી દીધો.

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી
Previous articleઘોઘા તાલુકા કક્ષાની પશુપાલન સીબીર તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાય
Next articleભાવનગર-રાજકોટ રોડ પર આવેલા કમાનો ની સાથે ટ્રેક અડી જતા ટ્રાફીક સર્જાયો