મુંબઈ, રવિવાર ના રોજ મુંબઈ કાંદીવલી ખાતે શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ હિતેચ્છક મંડળ આયોજિત સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં મુંબઈમાં વસતા શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ નું સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં યોગદાન આપનાર દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મુંબઇ વિભાગના પ્રમુખ ધીરુભાઈ મોહનભાઈ વરિયા અને તેમની ટીમે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. સમગ્ર મુંબઈમાં વસતા શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ (વાળાંક) ગોળ ના તમામ ને આમંત્રીત કરાયા હતા અને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરી ઇનામો અપાયા હતા. મુંબઇ હિતેચ્છક મંડળ દ્વારા શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક) ના પ્રમુખ નંદલાલભાઈ કે. પાંડવ તેમજ સુરત વિભાગીય પ્રમુખ કનૈયાલાલ ઉનાગર,અને ધબકાર દૈનિકના તંત્રી નરેશભાઈ વરિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમના આમંત્રણને માન આપી કાર્યક્રમ માં શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના પ્રમુખ નંદલાલભાઈ પાંડવ. સુરત વિભાગ ના સહમંત્રી લાભુભાઈ વરિયા, વાડી અધ્યક્ષ કનુભાઈ પાંડવ, ધબકાર દૈનિક ના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા ઉપસ્થિત રહ્યા હતા. નંદલાલભાઈ પાંડવે તેમના ઉધબોધન માં કહ્યું હતું કે સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજને મુંબઇ માં વાસતા સમાજના વડીલો નું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, સુરતમાં યોજાયેલ પ્રથમ સમૂહ લગ્ન ના દાતા પણ મુંબઇ થી જ હતા. આ પ્રસંગે તેઓએ મોહનભાઇ માવજીભાઈ આંબલિયા, વાઘજીભાઈ હરજીભાઈ પાંડવ,સહિત સમાજના વડીલો ને બિરદાવ્યા હતા. સમાજનું સંગઠન મજબૂત બને તે માટે શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના એક જ ટ્રસ્ટ નીચે તામમ વહીવટ રહે અને વિભાગો તેમની વ્યવસ્થા સાંભળે તો સમાજનો વધુ વિકાસ થશે.
વરિષ્ઠ પત્રકાર અને ધબકાર દૈનિકના તંત્રી નારેશભાઈ વરિયાએ જણાવ્યું હતું કે હું દરેક સમાજમાં જાવ છું અને મેં જોયું છે કે આપણો સમાજ સહુથી સોજો અને સારો છે. સમાજ માં વૈચારિક ક્રાંતિ ની શરૂઆત પણ મુંબઇથી જ થયેલી હતી અને મુંબઇ જેવા શહેરમાં આટલી મોટી સંખ્યામાં સમાજના આટલા ભાઈ બહેનો એકત્રિત થાય એ જ મોટી વાત છે. સમાજ વૈચારિક રીતે,આર્થિક રીતે શૈક્ષણિક રીતે આગળ આવે તેવા પ્રયત્નો આજ ના આગેવાનો એ કરવા જોઈએ.મુંબઇ હિતેચ્છક મંડળ ના પ્રમુખ ધીરુભાઈ વરિયાએ કાર્યક્રમના દાતાશ્રીઓ, અને ઉપસ્થિત સહુ કોઈએ જે પણ પ્રકારનું યોગદાન આપ્યું હોય તે સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ ના અંતે સમાજના તમામ ભાઈ બહેનોએ સાથે ભોજન લીધું હતું બે હજાર જેટલા લોકોએ આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત વાટલીયા પ્રજાપતિ હિતેચ્છક મંડળના પ્રમુખ ધીરુભાઈ મોહનભાઇ વરિયા, ઉપપ્રમુખ જીવરાજભાઈ કલ્યાણભાઈ કાકલોતર,ધનજીભાઈ વાલજીભાઈ વરિયા,મંત્રીશ્રી જયેશભાઇ પુરષોત્તમભાઈ માલણકીયા,સહમંત્રી નિલેશભાઈ મેઘજીભાઈ ઉનાગર,અમરશીભાઈ નારણભાઇ તરસરિયા,સાદુળભાઈ બાલુભાઈ સોમાલિયા,ખજાનચી:- હિરજીભાઈ જીવનભાઈ દેવગણિયા, સહ ખજાનચી:-કિરીટભાઈ ધનજીભાઈ વરિયા,વાડી અધ્યક્ષ, હિંમતભાઈ ઓધવજીભાઈ વરિયા, વાડી ઉપાધ્યક્ષ:-પરેશભાઈ ધીરુભાઈ પાંડવ,હિંમતભાઈ દામજીભાઈ પાંડવ, વિગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.કાયૅકમ ને અદભુત સફળતા પ્રાપ્ત થય હતી.
તસ્વીર:- વિરલ વરીયા ( ફેસબુક પેજ પ્રેરણા બળ સંચાલક,સુરત )