ભાવ.યુનિ.ના ઇતિહાસ માં પ્રથમવાર મનોવિજ્ઞાનના પ્રોફેસર ડો.વિરમદેવસિંહ ગોહિલને 3વર્ષ માટે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને એસોસીએટશિપ માં નિમણુંક

755

મહારાજા કૃષ્ણકુમારર્સિંહજી ભાવનગર યુનિવર્સિટી
સંલગ્ન એલ.આર.વળીયા આટર્સ અને પી.આર.મહેતા કોમર્સ કોલેજ ભાવનગર મનોવીજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેર્સર અને હેડ ડો.વિરમદેવર્સિંહ બાપાલાલ ગોહિલ ને તાજેતરમાં યુ.જી.ર્સી.સંલગ્ન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી”(યુ.જી.સી.ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર હ્મુંમીનીટીઝ એન્ડ સોસીયલ સાયન્સ)
રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન શિમલાની ૦૩ વર્ષની એસોસીએટશિપ મજુંર થયેલ છે,ઉલ્લેખનીય છેકે સમગ્ર યુનિવર્સિટી અને વળીયા કોલેજમા પ્રથમવાર મનોવીજ્ઞાન વિષયમાં આ પ્રકારની એસોસીએટશિપ ની ફેલોશીપ મેળવનાર પ્રથમ અધ્યાપક
છે, તેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦,૨૦૨૧ અને ૨૦૨૨ એમ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન યુ.જી.સી ભારત સરકારની ઉચ્ચ શૈક્ષણિક સસ્થામાં “વર્તન અભિમુખતા અને પર્યાવરણીય જાગૃતિ” એ વિષય પર પોતાનું સંશોધન કાર્ય કરશે,તેમની આ સિદ્ધિને યુનિવર્સિટી ના કુલપતિ મહિપતસિંહ ચાવડા, કોલેજ પ્રિન્સીપાલ શર્મા ર્સાહેબ વાઈસ પ્રિન્સીપાલ અજંતાબા ગોહિલ તેમજ સ્ટાફગણે શુભેચ્છા અભિનંદન પાઠવેલ છે.

Previous articleરવિવાર ના રોજ મુંબઈ કાંદીવલી ખાતે શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ હિતેચ્છક મંડળ આયોજિત સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો
Next articleભાવ.યુનિ.ના ઇતિહાસ માં પ્રથમવાર મનોવિજ્ઞાનના પ્રોફેસર ડો.વિરમદેવસિંહ ગોહિલને 3વર્ષ માટે રાષ્ટ્રપતિના નિવાસસ્થાને એસોસીએટશિપ માં નિમણુંક