કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) નાં વિદ્યાર્થીઓ નું બજાજ ફિનસર્વિસ પ્રા.લી માં ૪૫ દિવસ માટે “ઇન્ટર્નશીપ પ્લેસમેંટ” થયું. આ તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને ફાઇનાન્સ નાં સિદ્ધાંતોનું વાસ્તવિક અમલીકરણ કેવીરિતે કરવામાં આવે છે. બજાજ ફિનસર્વિસ એ નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશન છે. જેણે ગ્રાહકો ને લોન માટે ખુબ બધા વિકલ્પો બજાર માં મુક્યા છે. જેનાથી ગ્રાહકોને આર્થિક સદ્ધારતા મેળવવા માં મદદ મળશે. આજે હોમ ઍપ્લાયન્સ, ઓટોમોબાઇલ્સ, ઈલેક્ટ્રોનિક્સ, અને ઍસેસરીઝ જેવી ઘણીબધી પ્રૉડક્ટ ખરીદનાર ને જ઼રિો ટકા વ્યાજથી લોનધિરાણ કરતી ફાઇનાન્સ ક્ષેત્રની વિશાળ કંપની તરીકેની નામનાં ધરાવે છે.
કંપનીની સ્થાપના ૧૯૨૬ માં થયેલ જેથી કંપની ૯૩ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. જે વિદ્યાર્થીઓ ને એક પ્રતિષ્ઠિત કંપનીમાં તાલીમ લેવા નો મોકો મળ્યો જે વિદ્યાર્થીઓ માટે અદભુત તક કહી શકાય. હાલ કંપની નું ટોપ તેન બિજનેસ હાઉસ માં સ્થાન છે. જે કપનીની આર્થિક ક્ષેત્રે મજબૂતી સૂચવે છે. બજાજ ફાઈનાન્સ લી. ગ્રુપની સ્થાપના કંપની દ્વારા ૧૯૮૭ માં કરવા માં આવી હતી. હાલ તેનું હેડ ક્વાટર્સ મહારાષ્ટ્ર માં પુણે સ્થિત છે. કંપની પર્સનલ લોન,હોમ લોન, પ્રોફેશનલ માટે લોન, ક્રેડીટ કાર્ડ, ગોલ્ડ લોન, ફિક્સ ડીપોઝીટ ઉપર લોન,દ્વિચક્રી વાહન માટે લોન જેવા અનેક ઓપ્શન કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે.
કંપની દ્વારા વિદ્યાર્થીઓને પ્રીઇન્ટર્ન શીપ તાલીમ આપવા માં આવે છે. તેમજ ત્યાર બાદ ઈન્ટરવ્યું લીધેલ જેમાંથી ૩૪ની પસંદગી કરવામાં આવી હતી. જેઓને ૪૫ દિવસ ઇન્ટર્નશીપ તાલીમ સાથે ૭૦૦૦ રૂપિયા સ્ટાઈફન અને સર્ટીફીકેટ પણ મેળવશે. કંપની તરફથી સંકેતભાઈ, આકાશ ચાવલા, મોહીત નાયક સેલ્સ મેંનેજર અમદાવાદ થી કોલેજ આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ ને પ્રી.ઇન્ટર્નશીપ તાલીમ આપી હતી. જેમાં બજાજ ગ્રુપની કુલ ૨૫ કંપનીઓ કાર્યરત છે. જેમાં ૨૫૦૦૦ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. કંપની ના ચેરમન રાહુલ બજાજ ખુબ સંઘર્ષ કરી બજાજ ગ્રુપ ઓફ કંપનીઝ ને આગળ લાવી રહ્યા છે.
બજાજ કંપની અત્યારે ૧૨૦૦ શહેર માં કાર્યરત છે. જે આગામી સમયમાં ૧૮૦૦ શહેર સુધી લઇ જવાનો કંપનીનું લક્ષ્ય છે. કંપની દ્વિચક્રી વાહન લોન, વ્યક્તિગત લોન, લઘુ વ્યવસાય લોન, સુરક્ષિત ધિરાણ, તેમજ ઓટો વેન્ડર લોન જેવા ક્ષેત્રોમાં લોન આપી વ્યવસાય ને વિસ્તારી રહી છે. ત્યારે અત્રે બજાજ ફિનસર્વિસ પ્રા.લીનાં માર્કેટીંગ તેમજ સેલ્સ અને અન્ય વિભાગનાં અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓઍ અભ્યાસકાળ દરમ્યાન કેવી સતર્કતા અને ચોક્કસાઈ કેળવવી જોઈઍ તે અંગેની આયોજન બદ્ધ તાલીમ આપી હતી. બૅંકિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે આગામી દિવસોમાં મેનેજમેન્ટ સ્નાતકો માટે વિશાળ તકોનું સર્જન થવા જઈ રહ્યુ છે. ત્યારે બેન્કર બનવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓમાં કૉર્પોરેટ અકાઉંટિંગનું જ્ઞાન, ફાઈનાન્સિયલ ઍનાલિસિસ તેમજ વ્યાવસાયિક અભિગમ અને કૌશલ્ય વિકસે તે આજના સમયની માંગ છે.
ઇન્ટર્નશીપમાં જોડાયેલ વિદ્યાર્થીના વાલી એ જણાવ્યું કે તેમનો પાલ્ય બીબીએ ના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે અને તેની યુનીવર્સીટી પરીક્ષા બાદ વેકેશનમાં તે કંપની માં ઇન્ટર્નશીપ તાલીમ મેળવશે અને ૬,૭૫૦ રૂપિયા નું સ્ટાઇફેંડ તેમજ સર્ટીફીકેટ મેળવી વેકેશન નો સદુપયોગ કરશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધો.૧૨ બાદ તેમના પાળ્ય એ બીબીએ અભ્યાસક્રમ ની પસંદગી કરી જે યથાર્થ પુરવાર થઇ જે માટે તેઓ સંતોષ ની લાગણી અનુભવે છે. અને તેઓ શ્રેય કોલેજ ની પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી તેમજ સમગ્ર ટીમ ને આપે છે.