દિપિકા પદુકોણની ’છપાક’ ફિલ્મ ૧૦મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દિપિકા હવે નવી ફિલ્મની તૈયરીમાં લાગી ગઇ છે. દિપિકા હાલમાં તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. જે કપિલ દેવની લાઇફ પર આધારિત ફિલ્મ છે. હવે તે રિતિક રોશનની સાથે નવી ફિલ્મ કરવા જઇ રહી છે. જેમાં તે દ્રોપદીની ભૂમિકા અદા કરી શકે છે. છપાક જલદી જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવવાની સાથેસાથે નિર્માણ પણ તેનું જ છે. આ પછી તેની પતિ રણવીર સિંહ સાથેની ’૮૩’ રીલિઝ થશે. આ બાદ દીપિકા ’મહાભારત’ પર કામ શરૂ કરે તેવી શકયતા છે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવામાં આવશે. ’મહાભારત’ની વાર્તા દ્રોપદી પર ફોકસ કરીને બનાવામાં આવશે. આ ફિલ્મને મધુ મન્ટેના નિર્માણ કરવાનો છે. કહેવાય છે કે,દીપિકા આ ફિલ્મમાં દ્રોપદીનું મુખ્ય પાત્ર ભજવવાની છે. હવે આ ફિલ્મ માટે નવી વાત એ છે કે, કૃષ્ણના પાત્ર માટે હૃતિક રોશનના નામનો વિચાર થઇ રહ્યો છે.
હૃતિક અને મધુ મન્ટેનાના સંબંધો સારા હોવાથી સહુને આશા છે કે, હૃતિક આ ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવવા રાજી થશે. આ રોલ કોઇ પણ અભિનેતા માટે મહત્ત્વનો ગણાશે. એવામાં પ્રયાસ થઇ રહ્યા છે કે, હૃતિકને આ ફિલ્મનો હિસ્સો બનાવામાં આવે. દીપિકા આ ફિલ્મમાં ફક્ત એકટિંગ જ નહીં પરંતુ નિર્માત્રી પણ હશે.