અસ્તિત્વ ટકાવવા અભિષેક બચ્ચનને વધુ એક તક મળી

729

અભિષેક બચ્ચનની અસ્તિત્વ ટકાવવાની છેલ્લી તક લ્યુડોના રૂમમાં મળી છે. ડિરેકટર અનુરાગ બાસુની આ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની બિનસત્તાવાર સિક્વલ છે. જેમાં જુનિયર બચ્ચન સિંગલ ફાધરની ભૂમિકામાં છે આ પાત્ર અભિષેકે અગાઉ ક્યારે પણ નથી ભજવ્યું. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કોલકોત્તામાં કરવામાં આવ્યું છે. છેલ્લે અભિષેક કોલકોત્તામાં યુવાના શૂટિંગ માટે આવ્યો હતો. જેનો ડિરેકટર મણિરત્નમ હતો. લ્યુડોમાં દંગલ ફેમ ફાતિમાં સના શેખ અને સાન્યા મલ્હોત્રાએ પણ અભિનય કર્યો છે. તો આદિત્ય રોય કપૂર, રાજકુમાર રાવા અને પંકજ ત્રિપાઠીએ એમને સાથ આપ્યો છે. હવે અભિષેકને અજય દેવગણે વધુ એક તક આપી છે. ધ બીગ બુલમાં નેવુંના દાયકામાં શેર બજારના મહા કૌભાંડી હર્ષદ મહેતાનું પાત્ર રજત પટ સાકાર કરશે જુનિયર બચ્ચન. પ્રાપ્ત માહિતી મુજબ અભિષેક બચ્ચન અજય દેવગનની એક ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે ઇલિયાના ડી ક્રુઝ મુખ્ય રોલમાં નજરે પડનાર છે. જુનિયર બચ્ચન ફિલ્મને લઇને ભારે આશાવાદીછે. અભિષેક પાસે હાલમાં કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. ગળા કાપ સ્પર્ધામા અભિષેક બચ્ચનને કોઇ સારી ફિલ્મ મળી રહી નથી. જેથી તેની કેરિયર હવે દાવ પર લાગી ગઇ છે. વિતેલા વર્ષોમાં અનેક મોટા સ્ટાર જે રીતે ફેંકાઇ ગયા છે તેવી જ રીતે અભિષેક બચ્ચન પણ મુશ્કેલીમાં અનુભવ કરી રહ્યો છે. તેને કેરિયરને આગળ વધારી દેવા માટે એક મોટી હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે.

Previous articleમહાભારત ફિલ્મ માટે રિતિક રોશનનો થયેલ સંપર્ક : રિપોર્ટ
Next articleવેસ્ટ ઝોન યુથ ફેસ્ટીવલમાં ભાવ. યુની. માઈમમાં ચેમ્પયન અને લોક નૃત્યમાં રનર્સ-અપ