વેસ્ટ ઝોન યુથ ફેસ્ટીવલમાં ભાવ. યુની. માઈમમાં ચેમ્પયન અને લોક નૃત્યમાં રનર્સ-અપ

750

મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ટીમે તાજેતરમાં સુરતના બારડોલી ખાતે યોજાયેલા વેસ્ટ ઝોન યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો.દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર યુનિવર્સિટીની ટીમે માઈમની સ્પર્ધામાં ચેમ્પયમશીપ મેળવી ભાવેણાનું ગૌરવ વધાર્યુ હતુ તેજ રીતે ભાવ. યુનિ.ની. લોકનૃત્યની ટીમે રનર્સ-અપ પ્રાપ્ત થયું હતુ.


ભાવ. યુનિ. ને માઈમમાં ચેÂમ્પયન અને લોક નૃત્યમાં રનર્સ પ્રાપ્ત થતા આજે ભાવ. યુનિ. દ્વારા વિજેતા ટીમના ખેલાડીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવ. યુનિ.ના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાના હસ્તે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ અવસરે કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટ, શારીરિક શિક્ષણના નિયામક દિલીપસિંહ ગોહિલ સહિતના ખાસ ઉપસ્થિત રહેશે.
માઇમ સ્પર્ધામાં અમરકોટિયા વિવેક, ચૌહાણ કુણાલ, વ્યાસ હાર્દિક, બોરીચા હિમાંશુ, મહેતા દર્શન, જોશી સિધ્ધાર્થે ખુબ જ સારૂ પરફોમન્સ કર્યુ હતુ. માર્ગદર્શક તરીકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઘોઘાના ઇન્ચાર્જ આચાર્ય શકિતસિંહ પરમાર અને સહાયકઓના માર્ગદર્શન હેઠળ આ સિધ્ધિ મેળવી હતી.
આ ઉપરાંત ભાવ.યુનિ.ની લોકનૃત્યની ટીમ રનર્સઅપ થઇ હતી. જેમા લાખાણી જય, શિયાળીયા સતીષ,બાંભણીયા હિતેશ, દેવમુરારી અભય, દસાડીયા રાહી, પરમાર મિત્તલ,રાજયગુરૂ ચાર્મી,ત્રિવેદી જહાનવી, ભાયાણી મિતવા, ગોહિલ હિરવાબાએ ખૂબજ સારૂ પરફોમન્સ કરી રનર્સઅપ બન્યા હતા.
દર વર્ષની જેમ માઇમમાં ભાવનગરની યુનિ.એ મેદાન માર્યુ હતુ. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં શ્રેષ્ઠ પરફોમન્સ કરવા બદલ માઇમ અને લોકનૃત્યના વિદ્યાર્થી કલાકારો તેમજ બંને ટીમોના માર્ગદર્શક શકિતસિંહ ગોહિલ, મેનેજર તરીકે ડો.આશિષભાઇ ઝાલા, જીજ્ઞાબા રાણા અને સહાયકો વિગેરેને શુભચ્છાઓ મળી રહી છે.

Previous articleઅસ્તિત્વ ટકાવવા અભિષેક બચ્ચનને વધુ એક તક મળી
Next articleસફળતાનો પર્યાય-પ્રેમ રસાયણ જે જન પાવે-સાધુ કૌશલમૂર્તિદાસ(વચનામૃત :જીવનમાર્ગદર્શક– ૩૯)