સંજય દત્તની લાઇફ પર બનેલી સંજુ ફિલ્મમાં ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી ગયા બાદ લોકપ્રિય સ્ટાર રણબીર કપુર હવે વધુ એક બાયોપિક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. જે ગુલશનકુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે. તે હાલમાં આલિયા ભટ્ટની સાથે તેના સંબંધના કારણે પણ ચર્ચામાં છે. તેની અન્ય એક ફિલ્મ શમશેરામાં પણ દેખાશે. રણબીર કપુર બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે સૌથી મોટી ફિલ્મ આવી રહી છે. હવે તેને વધુ એક બાયોપિક ફિલ્મ મળી ગઇ છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય હવે કરવામાં આવ્યો છે. બાયોપિક ફિલ્મોને નોંધપાત્ર સફળતા મળી રહી છે જેના કારણે હવે બાયોપિક ફિલ્મ બનાવવા માટેનો દોર ચાલી રહ્યો છે. અનેક હસ્તીઓ પર બાયોપિક ફિલ્મ બની ચુકી છે જેને મોટી સફળતા મળી છે. સંજુ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ હતી. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપુતે ભૂમિકા અદા કરી હતી. હાલમાં અન્ય બાયોપિક ફિલ્મ પણ બની રહી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર ફિલ્મ બની રહી છે. હવે ગુલશન કુમારની બાયોપિક ફિલ્મ બનનાર છે. પહેલા ફિલ્મમાં અક્ષય કુમારને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે હવે ફિલ્મમાં રણબીર કપુરને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા અક્ષય કુમાર જ લીડ રોલ અદા કરનાર હતો. જો કે કેટલાક વિવાદ બાદ અક્ષય કુમારે ફિલ્મ છોડી દીધી છે. મુગલના ફિલ્મ મેકર્સ હવે રણબીર કપુરને કાસ્ટ કરવા વિચારી રહ્યા છે. ભૂષણ કુમાર માને છે કે રણબીર કપુર પરફેક્ટ સાબિત થઇ શકે છે. તે સારા અભિનેતા હોવાની સાથે સાથે સારી માર્કેટ વેલ્યુ પણ ધરાવે છે. રણબીર સાથે ફિલ્મ નિર્માતા વાતચીત કરી ચુક્યા છે.