શિશુવિહાર ખાતે તૃતીય માતૃભાષા સંવર્ધન પારિતોષિક સમારોહ યોજાયો

639

ગુજરાત પુસ્તક પરબ તથા શિશુવિહાર બુધ સભાનાં સંયુક્ત ઉપક્રમે તૃતીય માતૃ ભાષા સંવર્ધન પારિતોષિક અર્પણ સમારોહ શિશુવિહાર પ્રાંગણમાં તા.4 જાન્યુઆરીએ યોજાયો. સાહિત્ય અકાદમીનાં પુર્વ અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહા (IAS) નાં વડપણ નીચે મળેલ સન્માન સમારોહમાં અમરેલીનાં શિક્ષક અને માતૃભાષા સંવર્ધક શ્રી ઉદયભાઈ દેસાઈનું રૂ.21000/- સ્મુતિ ચિન્હ તથા ખેસ થી અભિવાદન કરવામાં આવ્યુ. ડૉ. પ્રતાપભાઈ પંડયા માતૃભાષા સંવર્ધન પુરસ્કાર સમારોહ શિક્ષણવિદ શ્રી ડૉ અરૂણભાઈ દવે, શ્રી મહેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત 200 થી વધુ ગણમાન્ય સાહિત્ય પ્રેમીઓને મૂલ્યવાન વિચારોથી પ્રેરીત કર્યા હતાં.

Previous articleઅપકમિંગ ગુજરાતી ફિલ્મ “કેમ છો?” ની સ્ટારકાસ્ટ ભાવનગરની મુલાકાતે
Next articleબળાત્કારના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી