વિધાનસભાનું રૂપિયા ૧૩પ કરોડના ખર્ચે રિનોવેશન ચાલુઃબીજી તરફ પોપડા ઉખડ્યા

773
gandhi2732018-4.jpg

વિધાનસભામાં આજે છેક ઉપરની છતથી ટાઈલ્સના પોપડા ઉખડી પડતાં દોડધામ મચી હતી. એક તરફ વિધાનસભાનું ૧૩પ કરોડ જેટલાં જંગી ખર્ચે રિનોવેશન ચાલી રહ્યું છે ત્યાંજ પોપડા ઉખડવાની ઘટનાએ કવોલીટીના કામ અંગે અનેક પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. થોડા સમય પહેલા જ ૧૩૫ કરોડના ખર્ચે વિધાનસભાનું રિનોવેશન કામ હાથ ધરાયું હતું. ત્યારે આજે બપોરે ગાંધીનગર વિધાનસભાની છતના પોપડા ખરી પડ્‌યા હતા. છતમાંથી પીઓપીને ૨ ટાઈલ્સ તૂટી પડતા દોડધામ મચી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
મુખ્ય ગેટના ઉપરના ભાગ પર પર નીચે જે ટાઈલ્સ લગાવાયેલી હતી તે તૂટી પડી હતી. આ ટાઈલ્સ કયા કારણોસર તૂટી પડ્‌યું છે કે, તે તકલાદી હતી તે સવાલ હવે ઉભો થયો છે. હાલ શહેરી વિકાસ વિભાગને આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, અને વિભાગના અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. પરંતુ જો રિનોવેશન માટે માતબર રકમ ખર્ચ્યા બાદ પણ આવી તકલાદી કામગીરી થતી હોય તો આ મામલે વિવિધ સવાલો ઉભા થાય.

Previous articleજિલ્લા પંચાયતની સામાન્ય સભાની મીટીંગ તોફાની રહી
Next articleગૌણ સેવા મંડળ દ્વારા પસંદગી પામેલાઓને નિમણૂંક પત્રો એનાયત