બળાત્કારના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી સવા વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી

885

ભાવનગર જીલ્લા જેલમાંથી પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં પરત હાજર થયેલ ન હોય તેવા કેદીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈાર ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચનાથી, પોલીસ સબ ઇન્સ.આર.બી.વાધીયા સા.ના માર્ગદર્શનથી એસ.ઓ.જી.ને મળેલ હકિકત આધારે ભરતનગર પો.સ્ટે. કલમ ૩૭૬ વિ.ના ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ કેદી નંબર ૩૮૪/૧૮ કૈલાશ જીવતરામ રાજાણી રહે. સીતારામ ચોક, ૨૦૨, અર્બન, બ્લોકનં ૪, રૂમ નં ૨૮૨૨, ભાવનગર હાલ રહે. ઇન્દોર, પ્રજાપતનગર કોલોની, થાના- દ્રારકાપુરી(મધ્યપ્રદેશ) વાળાને ઇન્દોર ખાતેથી ઝડપી રાજકોટ જેલ ખાતે પરત સોપી આપેલ છે.
મજકુર કેદી સને ૨૦૧૮માં ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૬ વિ. મુજબના ગુન્હામાં પકડાયેલ અને રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો અને મજકુર આરોપીના પેરોલ મંજુર થયેલ અને પેરોલ પુરા થાય મજકુર આરોપી જેલમાં પરત હાજર થયેલ ન હતો અને છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો હતો જેને આજરોજ એસ.ઓ.જી. પોલીસે પકડી પરત રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની આગેવાનીમાં, પોલીસ સબ ઇન્સ. આર.બી.વાધીયા તથા એસ.ઓ.જી.સ્ટાફના હેડ કોન્સ. યુસુફખાન અનવરખાન પઠાણ, યોગીનભાઇ ધાંધલ્યા તથા પો.કોન્સ. પાર્થભાઇ અશોકભાઇ પટેલ તથા સંજયસિંહ મહાવિરસિંહ ઝાલા જોડાયા હતા

Previous articleશિશુવિહાર ખાતે તૃતીય માતૃભાષા સંવર્ધન પારિતોષિક સમારોહ યોજાયો
Next articleલૂક એન લર્ન દ્વારા ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરાયું