નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા રમો તો જમો શીર્ષક હેઠળ નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો ગ્રામીણ સંસ્કૃતિ ની ઝાંખી જોવા મળી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા કોલેજ ખાતે રમો તો જમો શીર્ષક હેઠળ નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં આપની ગુજરાત ની જૂની રમતો નારગેલ, રૂમલદાવ, મોય-દાંડિયા જેવી રમતો રમી પોતે જાતે ઓળો રોંટલો બનાવ્યો હતો આ કાર્યક્રમ નો હેતુ વિદ્યાર્થીઓ ગામડા ની સંસ્કૃતિ થી વાકેફ થાય અને સામાજિક એકતા ની સાથે સમાજ જીવન નો પરિચિત થાય તે હતો આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.