ભાવનગરમાં ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા પોસ્ટકાર્ડ લખી CAA 2019 કાયદા ના સમર્થન માં ભાવનગર દ્વારા આજરોજ 7/1ને મંગળવારના રોજ પોસ્ટ ઓફિસ બહાર હાઈકોર્ટ રોડ ખાતે પોસ્ટકાર્ડ લખી બહોળી સંખ્યામાં સિનિયર તથા જુનિયર વકીલઓએ તેમજ જાહેર જનતા મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ કાયદાને સમર્થન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ક્રિમિનલ બાર એસોસિયેશનના પ્રમુખ શિવભદ્રસિંહ ગોહિલ ની આગેવાની નીચે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વકીલઓ શૈલેષભાઈ ભટ્ટ, હીનાબેન પુરોહિત, રૂબીનાબેન, શૈલેષભાઈ સોનાણી, જીનલબેન શાહ, આર.સી.ચૌહાણ, અમિતભાઈ જાની, અનિલ જોશી, અનિતાબેન પટેલ વગેરે સિનિયર તથા જુનિયર વકીલો કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.