અંધ ઉદ્યોગ શાળાના સંચાલક લાભુભાઈ સોનાણી લિખિત અનુભવની ઘટમાળ પુસ્તકનું વિમોચન

599

તા.૦૫/૦૧/૨૦૨૦નાં રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં સંચાલક શ્રી લાભુભાઈ ટી. સોનાણી લિખિત “અનુભવની ઘટમાળ” પુસ્તકનું વિમોચન જાણીતા સામાજિક કાર્યકર CA કુલીનકાન્ત ચાંપશી લુઠીયા (માનવ જ્યોત ટ્રસ્ટ)નાં વરદ હસ્તે ડેફોડીલ્સ-૨૩ બન્કેટસ, મલાડ, મુંબઈ ખાતે બપોરના ૧૨:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈનાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક રસાસ્વાદ કરાવતા આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયાએ પુસ્તકમાં આવરી લેવાયેલ કુલ ૩૩ પ્રકરણોની વિસ્તૃત જાણકારી આપી હતી અને તેમણે ઉમેર્યું હતું કે ખુબ ટૂંકા સમયમાં લેખક દ્વારા “જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા”, “સંવેદનાની શોધ” અને આજે ત્રીજું પુસ્તક મુંબઈનાં આંગણે “અનુભવની ઘટમાળ” આવી રહ્યું છે તે આપણા સૌ કોઈ માટે ગૌરવની વાત છે. જયારે દીકરી નિષ્ઠાએ લેખકનાં મનોવલણ અને લેખન પ્રત્યેની તેમની તત્પરતા દર્શાવતા ઉમેર્યું હતું કે રાત્રિના બે-અઢી કલાકે પણ મેં તેમને ઓર્બીટ મશીન પર પુસ્તકનાં લેખો તૈયાર કરતા જોયા છે. આ પ્રસંગે મુંબઈ કમિટીનાં ચરમેન શ્રી કિર્તીભાઈ શાહે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે શ્રી પ્રવીણભાઈ ગોગરી, શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી હરજીભાઈ ભાડીયાદ્રા સહીત ખાસ મહાનુભાવો હાજર રહ્યા હતા.

કાર્યક્રમનાં પૂર્વ ભાગમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ટ્રસ્ટ સંચાલિત શાળા વિકાસ ભંડોળમાં સહાયભૂત થયેલ દાતાઓનું વિશિષ્ટ મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અલ્પેશભાઈ ગાંધીએ કર્યું હતું.

Previous articleઘરફોડ ચોરીના ગુન્હામાં જેલમાંથી પેરોલ જંપ કરી નાશી ગયેલ આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી.
Next articleશીશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત શનિવારના રોજ પતંગ બનાવવાનની તાલીમ આપવામા આવેલ