મલંગમાં આદિત્ય-દિશાની કેમિસ્ટ્રીથી તમામ પ્રભાવિત

493

ફિલ્મ મંલગમાં દિશા પટની અને આદિત્ય રોય કપુરની ભૂમિકાને લઇને તમામ લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. તેમની કેમિસ્ટ્રીની ચર્ચા ચારે બાજુ જોવા મળી રહી છે. મલંગ ફિલ્મ માટે ટ્રેલર લોંચ કરવામાં આવ્યા બાદ દિશા અને આદિત્યની ભૂમિકાને લઇને તમામ રોમાંચિત છે. થ્રિલર, એક્શન અને સસ્પેન્સથી ભરપુર ફિલ્મ રહેલી છે. ટ્રેલરને રિલિઝ કરવામાં આવ્યા બાદ તમામ કલાકારો ભારે આશાવાદી છે. ફિલ્મમાં અનિલ કપુર અને કૃણાળ ખેમુની પણ ભૂમિકા રહેલી છે. ફિલ્મ ખુબ રોમેન્ટિક રીતે તૈયર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં અનિલ કપુર પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. ટ્રેલરને અનિલ કપુરે ઇન્સ્ટાગ્રામ પર શેયર કરીને કહ્યુ છે કે પાગલપન શરૂ અને મંલગના ટ્રેલરને જારી કરવામાં આવ્યુ છે. મોહિત શુરી દ્વારા નિર્દેશિત મલંગ ફિલ્મ સાતમી ફેબ્રુઆરીના દિવસે થિયેટરોમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં આદિત્ય અને દિશાની લવ સ્ટોરી ખુબ જ જોરદાર રહી છે. અનિલ કપુરે કહ્યુ હતુ કે તે હવે પોતાની યુવાનીના દિવસોને યાદ કરે છે. અનિલ કપુરે ફિલ્મના નિર્માતા નિર્દેશકોની પ્રશંસા કરતા કહ્યુ છે કે ફિલ્મની પટકથા તેને પ્રથમ દ્રષ્ટિએ પસંદ પડી હતી. તેનુ કહેવુ છે કે તે પોતાના રોલથી ખુશ છે. ફિલ્મના નિર્દેશકની પ્રશંસા કરતા અનિલ કપુરે કહ્યુ છે કે તે ખુબ જ ટેલેન્ટેડ નિર્દેશક તરીકે છે. કૃણાલ કપુરની ભૂમિકા કરવા માટેની તેની ઇચ્છા હતી. દિશા હાલના સમયમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરીને સપાટી પર આવી છે. અનિલ કપુર બોલિવુડની પોતાની ફિલ્મને લઇને ભારે ખુશ છે. મલંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી શકે છે. દિશા દેશમાં સૌથી લોકપ્રિય સેલિબ્રિટી છે.

Previous articleઅખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર દ્વારા વ્યસનમુક્ત ભારત યાત્રાનો રથ
Next articleઇરફાનના જન્મદિવસે તમામ ચાહકોએ આપેલ શુભકામના