શાળા નં.૫૨ નો દરિયા કિનારે રાત્રી ટ્રેકિંગ કાર્યક્રમ

753
bvn2732018-5.jpg

કુંભારવાડામાં અક્ષરપાર્ક  વિસ્તારમાં આવેલ શાળા નં.૫૨નો  નવતર પ્રયોગ રૂપી ભાવનગર જીલ્લાના દરિયા કિનારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાત્રી દરમ્યાન હાથબથી કોળીયાકની દરિયાઈ પટ્ટી પર ટ્રેકિંગ કરી કુદરતી સોંદર્યનો આનંદ માણેલ અને પ્રકૃતિ વિષે માર્ગદર્શન મેળવેલ. આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના શિક્ષક ડાયાણી, વિપુલભાઈ, કિશોરભાઈ, બીપીનભાઈ, ભાવેશભાઈ અને પરબતસિહ તથા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleસિંહ સાથે સોબત’ પુસ્તકનું ૧લી એપ્રિલે થશે વિમોચન
Next articleરાજુલાના મજાદર ગામે ભાગવત સપ્તાહ યોજાશે