અભિનેત્રી વિદ્યા બાલને કહ્યુ છે કે હવે ફિમેલ સ્ટાર્સની ફિલ્મો પણ ૨૦૦થી ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. તેનુ કહેવુ છે કે મિશન મંગલ માટેની ક્રેડિટ તે લઇ શકે તેમ નથી. કારણ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર જેવા મોટા સ્ટારની ભૂમિકા હતી. જો કે સમગ્ર ટીમે ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. વિદ્યા બાલને હવે કહ્યુ છે કે નવા વર્ષમાં ફિમેલ સ્ટાર્સની ફિલ્મો પણ રેકોર્ડ સફળતા મેળવી શકે છે. મહિલા સશક્તિકરણની ફિલ્મોહવે બની રહી છે. મિશન મંગળ ફિલ્મને લઇને વાત કરતા વિદ્યા બાલને કહ્યુ છે કે તાપસુ, નિત્યા મેનન તેમજ કૃતિ તેમજ સોનાક્ષીની ફિલ્મમાં મોટી ભૂમિકા હતી. તાજેતરમાં જ વિદ્યા બાલને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે માને છે કે આવનાર વર્ષોમાં ફિમેલ સ્ટાર્સ અભિનિત ફિલ્મ ૨૦૦ કરોડથી ૫૦૦ કરોડથી કમાણી કરી શકે છે. મહિલાલક્ષી ફિલ્મો ઇતિહાસ રચી શકે છે. ફિલ્મોને લઇને વિચારધારા બદલાઇ રહી છે. અમને માત્ર ઇન્તજાર કરવાની જરૂર છે. વિદ્યા બાલને કહ્યુ છે કે મોટી સ્ટારની ફિલ્મો આશાવાદી છે. વિદ્યા બાલન પણ કેટલીક મોટી ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં શકુન્તલા દેવીમાં દેખાશે. સાથે સાથે અનુ મેનનની ફિલ્મમાં પણ તે મોટી ભૂમિકામાં નજરે પડનાર છે. તેનુ કહેવુ છે કે નિષ્ફળતા પર ધ્યાન આપ્યા વગર અભિનેત્રીઓ આગળ વધે તેમ તે ઇચ્છે છે. વિદ્યા બાલનનુ કહેવુ છે કે તમામ કલાકારોએ માત્ર તેમના કામ પર ધ્યાન આપવુ જોઇએ. બાકી સફળતા અને નિષ્ફળતા તો ચાહકો દ્વારા નક્કી કરવામાં આવે છે. નવા વર્ષમાં અનેક મોટી ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જે પૈકી એક ફિલ્મ દિપિકાની છપાક છે. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવી શકે છે. ફિલ્મને લઇને તે આશાવાદી છે.