રાજુલાના મજાદર (કાગધામ) ગામે અરડુ ચારણ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પ્રગટ આઈ મનુમા તેમજ અરડુ સુમરીબહેન દ્વારા તા.ર-૪ થી ૮-૪ તેમજ તા.પના રોજ મેરાણભાઈ ગઢવીનો સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં મોરારીબાપુની ઉપસ્થિતિ રહેશે.
રાજુલા તાલુકાના મજાદર જ્યાં પદ્મશ્રી દુલા ભાયા કાગના કાગધામે અરડુ ચારણ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન નાગલ નેસના મનુમા તેમજ અરડુ સુમરીબહેન દ્વારા દિપ પ્રાગટ્ય તા.ર-૪ થી ૮-૪ સુધી શાસ્ત્રી પ્રફુલભાઈ વ્યાસપીઠ પર બિરાજી કથા રસપાન કરાવશે તેમજ તા.પ-૪ના રોજ ખ્યાતનામ મેરાણભાઈ ગઢવીના લોકડાયરા, સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. સાથી કલાકારો વિશ્વા કુંચાલા, રાજભા ગઢવી, નાગલ નેસ અને જીલુભાઈ ગઢવી, કાળેલાવાળા તેની માર્મિક વાણીમાં જમાવટ કરશે તેનું તમામ સંચાલન સુરેશભાઈ ગઢવી હસ્તે કરાશે. ભાગવત સપ્તાહમાં રામ જન્મોત્સવ, કપીલ જન્મ પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, નૃસિંહ અવતાર, કૃષ્ણ જન્મોત્સવ, કૃષ્ણલીલા, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ઉજવાશે. ભોજન અને ભજનનો લાભ લેવા અરડુ ચારણ પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે. જેમાં મજાદર ગામે કથા દરમ્યાન પૂજ્ય મોરારીબાપુની હાજરી રહેશે.