જૈન શાસનના ઇતિહાસમાં એક નવા સુવર્ણ પુષ્ઠનો ઊમેરો થવા પામી રહ્યો છે.પાલીતાણાથી ૨૦ કિ.મી
દૂર હાઈવે ટચ એક નૂતન મહાતીર્થ – જૈન સાયન્સ સીટી શંખેશ્વરપુરમ નિર્માણાધીન છે. આ
મહાતીર્થના સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરક – માર્ગદર્શક છે : પૂ. પંન્યાસ અનુયોગાચાર્ય શ્રી લબ્ધિચંદ્રસાગરજી
મહારાજ.
“ધર્મ એ સર્વોપરી છે. પરંતુ તેની સર્વોપરિતા સિધ્ધ કરવા માટે વર્તમાન યુગમાં વિજ્ઞાનનો સહારો
લેવો પડે છે. સોનું સર્વશ્રેષ્ઠ છે….પણ તેને માપવા માટે ચણોઠીનો ઉપયોગ કરવો પડે છે. બસ… એ જ
ન્યાયે ધર્મની સર્વશ્રેષ્ઠતા સિધ્ધ કરવા માટે વિજ્ઞાનના સાધનો અને માન્યતાઓનો આધાર આપવાથી
નવપેઢી અચૂક જૈન ધર્મ અભિમુખ બનશે જ.” આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આ અભિનવ મહાન ધર્મ
તીર્થમાં, પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથથી મંડિત અતિ ભવ્ય બાવન જીનાલયની સાથે સાથે
લેબોરેટરી,રીસર્ચ સેન્ટર વગેરેનું પણ નિર્માણ થનાર છે.
શત્રુંજયમાં શંખેશ્વર….. શંખેશ્વર જેવું શંખેશ્વર…. શંખેશ્વરમાં છે તેવું જ ભવ્ય બાવન
જીનાલય તેમાં શંખેશ્વર દાદા જેવા જ અસલ દેખાય તેવા મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
મૂળનાયક તરીકે બિરાજમાન થશે આ ભવ્ય જિનાલયના ખનન વિધિ-શિલાન્યાસ વિધિ સંપન્ન થઇ
ચુક્યો છે. પૂર જોશમાં જિનાલય-નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.
શંખેશ્વરપુરમમાં બિરાજમાન થનારા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદિ જીનબિમ્બોનો
ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા અર્થાત અંજનશલાકા મહોત્સવ પૂ. પંન્યાસ અનુયોગાચાર્ય શ્રી
લબ્ધિચંદ્રસાગરજી મ.ની પ્રેરણાથી ચર્ચગેટ અને વી.ટી. સ્ટેશનની મધ્યમાં આઝાદ મેદાનની સામે ક્રોસ
મેદાન ખાતે શાનદાર રીતે ઉજવાનાર છે. અંજનશલાકાની સાથે ઇન્ફો.સાયન્સ દ્વારા એક્ઝીબીશન
(પ્રદર્શન)નું પણ સુંદર આયોજન થશે.
પરમાત્માનો આ ભવ્ય મહોત્સવ 100 વર્ષના આયુષ્યધર,જિનાગમસેવી, ગચ્છાધિપતી
આચાર્યપ્રવર શ્રીમદ દોલતસાગરસુરિશ્વરજી મ., પૂ. જિનભક્તિરસિક આ. શ્રી.
જિનચંદ્રસાગરસુરિશ્વરજી મ., પ્રવચન પ્રભાવક આ. શ્રી. હેમચન્દ્રસાગરસૂરિજી મ. પૂ.શાસનપ્રભાવક
આ. શ્રી. હર્ષસાગરસૂરિજી મ. તેમજ પ્રવચનકાર આ. શ્રી સાગરચંદ્ર સાગર સૂરી મહારાજ આદિ ૫૦૦
થી વધુ જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની તારક નિશ્રામાં ઉજવાશે.એક લાખથી વધુ ભાવિકજનો આ
મહોત્સવમાં પધારે તેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંજનશલાકા મહોત્સવના મુખ્ય દિવસો આ પ્રમાણે છે. તા ૨૧ જાન્યુઆરી પૂ.ગુરૂ ભગવંતોનો
પ્રવેશ તા.૨૨ જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી પરમાત્માના કલ્યાણકોની ભવ્ય ઉજવણી તેમજ ઈન્ફો
સાયન્સ એક્ઝીબિશનનું ઉદઘાટન, તા ૨૬ જાન્યુ. વામા માતાનો થાળ, તા. ૨૬ની મધ્ય રાત્રીએ ૨૩
પદસ્થ પૂજ્ય ગુરૂ ભગવંતો દ્વારા અંજનશલાકાનું વિધાન, અને તે દરમ્યાન જૈન સંઘોમાં સર્વ પ્રથમવાર
જિનાલયની બહારના ભાગમાં ચતુર્વિધ સંઘ શ્રી પાર્શ્વનાથ ભગવંતનો અને શ્રી નવકાર મહામંત્રનો
મહાનાદ જાપ કરીને વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનું નિર્માણ કરશે.