સેંટ ઝેવિયર્સ સ્કુલ દ્વારા શ્રેણી ૧ થી ૯ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસ ડે યોજાયો હતો. જેમાં લીંબુ ચમચી, કોથળા દોડ, મ્યુઝિકલ ચેર, રસ્સી ખેંચ, ર૦૦ મીટર દોડ, લોંગ જમ્પ, ચક્ર ફેક, ગોળા ફેક, સિકકા શોધ વગેરે સ્પર્ધાઓ યોજાયેલ સ્પર્ધના અંતે પ્રત્યેક રમતમાં આવેલ ૧ થી ૩ નંબરના વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલ ફાધર જોબીના વરદ હસ્તે સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરેલ. સ્પોર્ટસ ડે માટે શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવેલ. સ્પોર્ટસ ડેના મુખ્ય મહેમાન તરીકે ફાધર જોમોન વટુકન્નેલ પ્રિન્સીપાલ, સચ્ચિદાનંદ ગુરૂકુળ સિહોર ઉપસ્થિત રહેલ.