વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ સુમેરુ જૈન તિર્થ-મિયાગામ ખાતે તારીખ ૧ થી ૩ જાન્યુઆરી ૨૦૨૦
દરમ્યાન યોજાયેલ રાજય કક્ષાની નિબંધ સ્પર્ધામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી પ્રિયંકા પરમારે ભાગ લઇ રાજયમાં પ્રથમ નંબર મેળવી શાળા, તાલુકા તેમજ સમગ્ર પાટણ જિલ્લાનું નામ રોશન કર્યુ છે.
રાધનપુર તાલુકાના શેઠ કે.બી.વકીલ હાઇસ્કુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી પ્રિયંકા પરમાર રાજય કક્ષાની સ્પર્ધામાં
પુજય ગાંધી બાપુની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે ‘ગાંધીજી ને પત્ર’ વિષય પર સુંદર નિબંધ લખી પ્રથમ ક્રમના વિજેતા બની હતી. નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થવા બદલ પ્રિયંકાને રાજ્ય સરકાર તરફથી રૂ.૧,૦૦૦ રોકડ ઇનામ તથા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજય સરકારના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટિની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી વી.કે.પરમાર, રાધનપુર કેળવણી મંડળના હોદ્દેદારોએ વિજેતા થયેલ વિદ્યાર્થીનીને પાઠવ્યા હતા.