ભાવનગરમાં આવેલ બિઝનેસ સેન્ટરમાં માં આજ રોજ મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવતા હોબાળો મચ્યો હતો આ કોમ્પલેક્ષ માં અંદાજે 500 થી વધારે દુકાનો આવેલી છે. મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા પોલીસે બંદોબસ્ત સાથે આખા કોમ્પલેક્ષ ને સીલ મારવામાં આવશે તેવું મહાનગરપાલિકા ના અધિકારી દ્વારા જણાવ્યું હતું.
આ કોમ્પલેક્ષ માં સફાઈ ન થતી હોવાથી સીલ મારવામાં આવેશ. ભાવનગર મહાનગરપાલિકા ના ટાઉન પ્લાનીંગ વિભાગ તથા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા તા.3/11/2019 ના રોજ નોટિસો કોમ્પલેક્ષ માં ચોંટાડી હતી. જેમાં પાર્કિંગ વાળી જગ્યાએ પાણી ભરાઈ રહે છે,નિયમિત સાફસફાઇ નો અભાવ તેને લીધે ગંદકી ના કારણે શહેરના જન આરોગ્ય ને ખૂબ જ ગંભીર હની પહોંચે છે. તેથી આજ રોજ મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાં આવતા વેપારીઓ દ્વારા હોબાળો મચાવ્યા હતો…
જો આવાં નિયમ ને લઈ ને કોમ્પલેક્ષ ને સીલ મારવામાં આવે તો……આવા ભાવનગર જિલ્લામાં માં કેટલા કોમ્પલેક્ષ માં કચરો તથા ગંદકી ના થર જામી ગયેલા છે તો તંત્ર ને આવા કોમ્પ્લેક્ષઓ કેમ ધ્યાનમાં નથી આવતા…????