કપોળ જ્ઞાતિ દ્વારા ભાવનગરની યુવા પ્રતિભાઓનું સન્માન કરાયું

945
bvn2732018-3.jpg

ભાવનગરની દલવાડીયા કપોળ જ્ઞાતિ દ્વારા રવિવારે શિવશકિત હોલ ખાતે સમસ્ત કપોળ જ્ઞાતિ માટે રાજકોટના હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમાનો હાસ્ય દરબાર તથા ભાવનગરની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ ધરાવતી યુવા પ્રતિભાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. યોગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી અને ભારત તરફથી અનેક ગોલ્ડ મેડલ મેળવનાર જાનવી મહેતાનું દેલવાડીયા કપોળ જ્ઞાતિના પ્રમુખ અચ્યુતભાઈ મહેતા દ્વારા ટ્રોફિક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આંખે પાટા બાંધી બધુ જોઈનેબ તાવી શકતો અને વર્લ્ડ રેકોર્ડ કરનાર જીત ત્રિવેદીનું ઘોઘારી કપોળ જ્ઞાતિના પ્રમુખ દેવેનભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતને અંડર-૧૯માં વર્લ્ડ કપ વિજેતા બનાવાર હાર્વિક દેસાઈનું ડો. જીતુભાઈ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાનવી મહેતાએ ઓદ્‌ભૂત યોગાનું પ્રદર્શન કરી સમગ્ર કપોળ જ્ઞાતિને અભિભુત કરી સૌના મન જીતી લીધા હતાં. જીત ત્રિવેદીએ આંખે પાટા બાંધી બધુ વાંચી દેખાડીને સૌને અંચબામાં નાખી દીધા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી રાજેશભાઈ સંઘવીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સમગ્ર કપોળ જ્ઞાતિએ રામનવમી નિમિત્તે ફરાળ કર્યું હતું. હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમાએ પોતાની આગવી છટા દ્વારા લોકોને પેટ પકડીને હસાવ્યા હતાં. અચ્યુતભાઈ મહેતાએ સમગ્ર જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો. 

Previous articleસેંટ ઝેવિયર્સ સ્કુલ દ્વારા સ્પોર્ટસ-ડે
Next articleદામનગરની પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો