નોટબુક મારફતે ફિલ્મમાં એન્ટ્રી કરી ચુકેલી અભિનેત્રી પ્રનુતનને પણ હવે નવી ફિલ્મો હાથ લાગી રહી નથી. તેની પ્રથમ ફિલ્મ નોટબુક ફ્લોપ રહ્યા બાદ તેની કોઇએ નોંધ લીધી નથી. જો કે તે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે તમામ કુશળતા વિકસિત કરવાના પ્રયાસ કરી રહી છે. બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે ત્યારે પ્રનુતન સફળ સાબિત થઇ રહી નથી. તે કેટલાક અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સલમાન ખાને વિતેલા વર્ષોમાં અનેક કલાકારોને લોંચ કર્યા છે. જેના ભાગરૂપે છેલ્લે પ્રતુનનને લોંચ કરવામાં આવી હતી. ફિલ્મમાં પ્રતુનનની સાથે સાથે જાહીર ઇકબાલ નામના સ્ટાર એન્ટ્રી થઇ હતી. બંને સ્ટારને સલમાન ખાન દ્વારા લોંચ કરવામાં આવ્યા બાદ આને લઇને ઉત્સુકતા રહી હતી. જાહીર ઇકબાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે નવો છે. તે કોઇ બેકગ્રાઉન્ડ ધરાવતો નથી. જ્યારે બીજી બાજુ પ્રતુનન અભિનેતા મોહનીષ બહેલની પુત્રી છે. પ્રતુનનને પોતાના પિતા મોહનિષ બહેલ અને દાદી નુતન પર ગર્વ છે. જો કે તેની તુલના નુતન સાથે કરવામાં આવી રહી છે. તેનુ કહેવુ છે કે નુતનની સાથે સરખામણી કરવામાં આવે તો તે ડરી જાય છે. કારણ કે નુતન તો ભારતીય સિનેમાની સૌથી શ્રેષ્ઠ સ્ટાર તરીકે છે. તેનુ કહેવુ છે કે દાદી તો ખુબ ગ્રેસફુલ છે. તે તેની બરોબરી ક્યારેય કરી શકશે નહીં. પ્રનુતન બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પ્રનુતન બોલિવુડમાં હાલમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધાને લઇને બિલકુલ તૈયાર નથી. પ્રનુતન બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પાસા પર કામ કરી રહી છે.