દામનગરની પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

977
guj2732018-2.jpg

દામનગર શહેર માં ૐ સાઈ અને એસ વી પ્રાથમિક શાળા દ્વારા માતૃ પિતૃ પૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
આજ ના આધુનિક યુગને ભૌતિક સુખની દોટમાં સામાજિક સંવાદિતા કુટુંબ ભાવના વધતા જતા વૃદ્ધાશ્રમ આર્ય સંસ્કૃતિને દીકરાના ધર સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે ત્યારે સંતાનો અને વાલીઓ વચ્ચે વધતા અંતરને દૂર કરવાનો સુંદર પ્રયાસ કરતી શાળા દ્વારા માતૃ પિતૃ પૂજન કરાયું. દામનગરના સુમન ભવન ખાતે ૐ સાઈ અને એસ વી પ્રાથમિક શાળા દ્વારા આયોજિત માતૃ પિતૃ પૂજનમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિદ્વાન વક્તાઓ દ્વારા શીખ આપતો સંદેશ વડીલો અને ગુરુજનોનો આદર કરો સમય પાલનના હિમાયતી બનો અનુશાસનનો આગ્રહ વ્યસન ફેશન કે નકલ ન કરો જેવી ટકોર કરતા વક્તાઓ વસુદેવ કુટુંબ ભાવનાના સૂત્ર સાથે સામાજિક સંવાદિતા પરસ્પર ભાતૃપ્રેમ જેવા વિષયો પર મનનીય પ્રવચન પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને વિદાય પ્રસંગે છાત્રોને શીખ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ તરૂણોને સ્વંયમ ઓળખ બનાવી રાષ્ટ્ર માટે પ્રકાશપૂજ અને ઉર્જા સ્ત્રોત છે દેશનું સુંદર ભવિષ્ય તરુણોને હદયસ્પર્શી અપીલ સાથે વિદાય આપતા શિક્ષકો માતા પિતા ગુરુ જનોને આદર સત્કારએ છાત્રાના મૂળ સંસ્કાર છે દામનગરની બે પ્રાથમિક શાળા દ્વારા આયોજિત અનોખા માતૃ પિતૃ વંદના કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી. 

Previous articleકપોળ જ્ઞાતિ દ્વારા ભાવનગરની યુવા પ્રતિભાઓનું સન્માન કરાયું
Next articleતુલસીશ્યામના જંગલમાં વન્યપ્રાણીઓ માટે કોહીનુર ગૃપે પાણીની કુંડીઓ મુકાવી