તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશ માટે ઐતિહાસિક નાગરિકતા કાનૂન અંગે કાયદો સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યો જેના સમર્થનમાં રાષ્ટ્રના નાગરિકોને આ અંગે સાચી સમજ અને જાગૃતિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમો થકી દેશના નાગરિકોની વ્યાપક સમજણ અને જાગૃતિ માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જન સમર્થન રેલી બાદ, બૌદ્ધિક સંમેલન અને વોર્ડ સહ પત્રિકા વિતરણ રાઉન્ડ, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રા, જાહેર સભાઓ બાદ આજે તા.૧૦મી જાન્યુઆરીના રોજ શહેર ભા.જ.પા. દ્વારા નાગરિકતા કાનૂનના સમર્થનમાં જનજાગૃતિ માટે સાઇકલ રેલી યોજાઈ હતી જે ને પાણીની ટાંકી, કાળીયાબીડ થી સંસાદ ભારતીબેન શિયાળ અને શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું જે વાઘવાડી રોડ, અક્ષરવાડી, વેલીગટન સર્કલ, પરિમલ ચોક, સહકારી હાર્ટ, સંત કંવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ થઈ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય સમાપન થઇ હતી.
જ્યારે આજે સાંજે ૫/૩૦ કલાકે મહિલા મોરચાના અઘ્યક્ષ દિવ્યાબેન નેતૃત્વમાં મહિલા મોરચાની બહેનો દ્વારા શિવાજી સર્કલ કેન્ડલમાર્ચ નું આયોજન નાગરિકતા કાનૂન ના સમર્થનમાં કરવામાં આવેલ છે જેમાં શહેર સંગઠનના પદાધિકારી બહેનો, નગરસેવીકા બહેનો, મહિલા મોરચાની બહેનો, વિવિધ વોર્ડ પ્રમુખ/મહામંત્રી બહેનો સાહિતના કાર્યકર્તા બહેનો, શુભેચ્છક બહેનો જોડાશે.
આ અંગે રેલીના સમાપનમાં શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે નાગરિકતા કાનૂન બહુમતી સાથે પસાર થયા બાદ અને છેલ્લી અનેક ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની વધતી લોકપ્રિયતાથી કોંગ્રેસની વોટબેંક ભારતીય જનતા પાર્ટી તરફ ખસી હતી જેને કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હતું ત્યારે નાગરિકતા કાનૂન દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા એવા સંસદના બંને ગૃહોમાં પસાર થવા છતાં કોંગ્રેસ દ્વારા દેશમાં અનેક વર્ગોમાં વર્ગવિગ્રહ કરાવી તોફાનો કરાવી દેશની જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડી દેશમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જે કેન્દ્ર સરકારની સમયસુચકતા ને કારણે ખુલ્લું પડ્યું અને સમગ્ર તોફાનો પાછળ કોંગ્રેસની ભૂંડી ભૂમિકા દેશવાસીઓ સમક્ષ ખુલ્લી પડી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાયદા અંગે દેશના નાગરિકોને સાચી સમજણ આવે અને લોકોમાં જાગૃતિ ઉભી થાય તેને માટે સમગ્ર દેશમાં અનેક સ્તરે જનજાગૃતિ અભિયાન હાલમાં શરૂ છે જેમાં સમગ્ર દેશની સાથે સાથે ભાવનગર મહાનગરમાં પણ ગત ૨૯મી થી આગામી ૧૨ જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે પૈકી ભાવનગર મહાનગરમાં જન સમર્થન રેલી, બૌદ્ધિક સંમેલન, અને ઘરે ઘરે પત્રિકા, ખાટલા બેઠકો, પોસ્ટકાર્ડ ઝુંબેશ, સહી ઝુંબેશ, મિસકોલ ઝુંબેશ, પદયાત્રા, જાહેર સભાઓ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ આજે ૧૦મી જાન્યુઆરીએ સાઇકલ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તા મિત્રો જોડાયા હતા.
સાઇકલ રેલીને સફળ બનાવવા શહેર મહામંત્રીઓ વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઇ બાંભણીયા ઉપરાંત કાર્યક્રમના ઇન્ચાર્જ વનરાજસિંહ ગોહિલ, સહ ઇન્ચાર્જ શહેર ઉપાધ્યક્ષ મનાલાલ સોલંકી અને પૂર્વ મહામંત્રી અને સ્ટે.ચેરમેન અભયભાઈ ચૌહાણના નેતૃત્વમાં સમગ્ર શહેર સંગઠનની ટીમે જહેમત ઉઠાવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં શહેર સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો, પ્રભારીઓ નગરસેવકઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, સેલ મોરચાના પદાધિકારીઓ અને સંગઠનની ટીમ, વિવિધ વોર્ડના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, વોર્ડના ઇન્ચાર્જ/સહ ઇન્ચાર્જ, સક્રિય સદસ્યો, પ્રાથમિક સદસ્યો સહિતના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને આ કાયદાને સમર્થન કરનારા રાષ્ટ્રપ્રેમી યુવાનો જોડાયા હતા.