સિંહો તેમજ સમસ્ત તુલશીશ્યામના જંગલમાં માનવતાનું ઉદાહરણ રાજુલાના કોહીનુર ગ્રુપના નજુભાઈ વરૂએ પાણીની કુંડીઓ સ્વ ખર્ચે બનાવી અને તેનું તુલશીશ્યામ જેસાધાર રેન્જના અધિકારીઓ રેન્જર, ફોરેસ્ટરની કુલ કાળજીથી નજુભાઈએ બનાવેલ પાણીની કુંડીઓમાં નિયમીત પાણી ભરાય છે અને હજારો વનપ્રાણીઓ આવા ધોમધખતા તાપમાં સિંહો હરણ, નીલગાયો પશુ પક્ષીઓ પોતાની તરસ છીપાવે છે જેને નજુભાઈ વરૂ કોહીનુર ગ્રુપ અધ્યક્ષ દિલુભાઈ વરૂ, ભરતભાઈ વરૂ બિરદાવેલ છે. ત્યારે જંગલમાંથી છુટા પડી જંગલના સિંહો અને વન્ય પ્રાણીઓએ બાબરીયાવાડમાં વસવાટ કર્યો છે તેમ નાગેશ્રી, જીકાદ્રી, દુધાળા, કાગવદર, કોળી કંથારીયા, ખાલસા કંથારીયાથી લઈ બારપટોળી, લોઠપુર, બાબરકોટ, વારાહ સ્વરૂપ ભાંકોદરથી લઈ વઢેરા, રોહીસા, બાલણા, ચિત્રાસરથી ભાડા સુધીમાં પ૦ ઉપરાંત વનરાજોએ પોતાનું ઘર વસાવ્યું છે. અને ઈન્ચાર્જ આરએફઓ ચાંદુભાઈ, ફોરેસ્ટર રાજયગુરૂ તેમજ તેમની ટીમમાં અમુક જેવા કે દીલુભાઈ વરૂ, અશોક જોળીયા જેવા રાત દિવસ દોડતા પણ બધેય ન પહોંચી વળવા માટે નાગેશ્રી ફોરેસ્ટર રાઠોડભાઈ પાણીની વન વિભાગ દ્વારા બનાવેલ કુંડીઓ ભરે છે પણ લુણસાપુરથી વિવિધ ગામોમાં વસતા સિંહો કાળઝાળ ગરમીમાં અહીથી તહી ભટકે છેમ ાટે નજુભાઈ વરૂ અને કોહીનુર ગ્રુપ દ્વારા વન વિભાગને રજુઆત કરી છે.