ફિલ્ડ આઉટરિચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

721

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જીલ્લાના સિહોર
તાલુકાના સોનગઢ ખાતે ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન અંગે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય જલપ્રહરી એવોર્ડ વિજેતા શ્રી મુકેશભાઈ પંડિત, સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.અનિલભાઈ, સોનગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.  ડી.બી.વાઘેલા, સોનગઢ ગામના સરપંચ શ્રીમતી અરુણાબેન ગોહિલ, અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી  વિરેન્દ્રસિંહ ગોહિલ, વેપારી એસોસિએશનના પ્રમુખ રણજીતસિંહ તેમજ ગામના સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ પહેલા સોનગઢ ગામમાં સ્વચ્છતા જન જાગૃતતા રેલી કાઢવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીગણ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પ્રાર્થના- સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ભારત સરકારના ફિલ્ડ એન્ડ આઉટરિચ બ્યુરો જૂનાગઢ કાર્યાલયના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સ્વચ્છતા સંદર્ભે સરકારી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી વિશે લોકોને જાણ થાય અને સ્વચ્છતા અભિયાનમાં સૌ કોઈ જાગૃત થઈ પૂર્ણ સહયોગ આપે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું .સાથે જ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે પણ જાણકારી પુરી પાડી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્ય દ્વારા સૌને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અનિલભાઈએ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું કે સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છતા અનિવાર્ય છે. સાથે જ તેમણે પોલિયો રસીકરણ અભિયાન અંગે જાણકારી આપતા રસીકરણના મહત્વને પણ સમજાવ્યું હતું તેમજ પોલિયો રસીકરણ અંગે વધુ ને વધુ લોકોને જાગૃત થવા અપીલ કરી. રાષ્ટ્રીય જલપ્રહરી એવોર્ડ વિજેતા શ્રી મુકેશભાઈ પંડિતએ સ્વચ્છ ભારત અભિયાનને સરકારનું નહીં પરંતુ આપણા સૌ દેશવાસીઓનું અભિયાન ગણાવતા સૌને સ્વચ્છતા અંગે સ્વયં શિસ્ત જાળવી જ્યાં ત્યાં ગંદકી ના કરવા અનુરોધ કર્યો. ગામમાં અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની ફરજ હોવાનું જણાવતા તેમણે પર્યાવરણ અને પાણી બચાવો ઝુંબેશમાં પણ સૌને સક્રિય ભાગ ભજવવા અપીલ કરી. અંકુર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી વિરેન્દ્રસિંહએ વિદ્યાર્થીના જીવનમાં સ્વચ્છતાના મહત્વને સમજાવતા વિદ્યાર્થીઓને માત્ર શાળામાં જ નહિ પરંતુ પોતાના ઘરમાં, આંગણામાં અને ગામમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો. કાર્યક્રમ દરમિયાન ગંદકી ના કરવા માટે , ગંદકી ને દૂર કરવા માટે તેમજ કચરાના રીસાયકલિંગ માટે પણ લોકોને સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ને બંધ કરી તેનાથી પર્યાવરણ ને થતાં નુકશાન ને અટકાવવા અપિલ કરવામાં આવી. પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ બંધ થાય તે માટે ફિલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું. આ જનસંપર્ક કાર્યક્રમના ભાગરૂપે સોનગઢ ગામમાં વિશેષ પ્રચાર કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેના ભાગરૂપે સોનગઢની અંકુર શાળામાં સ્વચ્છતાના વિષયોને ધ્યાનમાં રાખી ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રો દોરી પોતાના વિચારો રંગોથી વ્યક્ત કર્યા. આ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થિઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાના વિષયને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી જેના વિજેતાઓને કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમ ને સફળ બનાવવા સોનગઢની અંકુર શાળાના ટ્રસ્ટીશ્રી, આચર્યશ્રી તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી. ગ્રામજનો, સામાજિક આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જનસંપર્ક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેનાથી આ કાર્યક્રમનો હેતુ સાર્થક થયો છે. કાર્યક્રમના અંતે પોલિયો રસિકરણનો જાગૃતતાનો સંદેશ આપવામાં આવ્યો તેમજ ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા અંગેના શપથ લીધા.

Previous articleસાબર સ્ટેડિયમની ૨૪ દિકરીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેશે
Next articleઉતરાયણ દરમિયાન એક પણ પક્ષીનો જીવ ન જાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ