રાજુલા તાલુકા પંચાયત અને જાફરાબાદ તાલુકા પંચાયત નીચે સવા સો ગામડાનો ઘણો વિકાસ કરવો છે. પણ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસના જણાવ્યા મુજબ સ્ટાફ જ નથી જેમાં ત.ક.મંત્રીવિસ્તરણ અધિકારી, ડ્રાઈવર, પટંટાવાળો અરે આઈઆરડી શાખામાં જવાબદાર અધિકારી જ નથી એ.ટી.ડી.ઓ. જ નથી તેમજ વીસ્તરણ અધિકારી આઈઆરડી શાખાજ નથી, સીનીયર કારકુન નથી તેમજ આંગનવાડીના સીડીપીઓ જ નથી તેમજ તાલુકા પંચાયત કચેરીનો જર્જરીત ઢાંચો પડુ પડુ થયો છે. તેને માટે વલ્કુભાઈ બોસ દ્વારા રાજય સરકારમાં ર વર્ષથી રૂા. ર કરોડ ૪પ લાખની માંગથી મંજુર થયું છે. તેવી માત્ર વાતો થાય છે પણ આજ દીન સુધી કોઈ કાર્યવાહીમાં મીઠુ થવાથી ગ્રામોની જનતાને કાયમ ધકકા થાય છે.
તેવી જ રીતે જ પરિસ્થિતિ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાની છે પ્રથમ તાલુકાના ગામોનો વિકાસ કરવાના સરકાર બણગા ફુંકે છે. તો જાફરાબાદ તાલુકાને પ્રાધાન્ય આપવું જોઈએ કારણ અમરેલી જીલ્લામાં એકદમ પછાત તાલુકો હોય તો તે છે જાફરાબાદ તાલુકો અને તાલુકા પંચાયત નીચે ૪ર ગામો આવે છે અને ૪ર ગામોની જનતાને તાલુકા પંચાયત કચેરીએ પહોંચવા બબ્બે વાહનો બદલાયા ત્યારે પંચાયત કચેરીએ પહોચે અને પંચાયત કચેરીએ પહોંચે ત્યારે જે તે કામો લઈને આવે છે તેના જવાબદાર અધિકારી જ ન હોય ત્યારે તે મજુર વર્ગની શું હાલત થાય તે કલ્પી શકાય તેમ નથી કારણ તાલુકા પંચાયત કચેરીમાં જે તે જવાબદાર અધિકારીથી લઈ કલાર્ક સુધી જગ્યાઓ જ ખાલી પડી છે. જયા જુઓ ત્યાં ઈન્ચાર્જ પણ ઈન્ચાર્જ કેટલી જગ્યાએ પહોંચે એક એક ઈન્ચાર્જના ભાગે ૪-૪ ટેબલની જવાબદારી હોય તેનો ભોગ જનતાને ભોગવવો પડે છે. કારણ ખાલી પડેલ જગ્યાઓમાં જેમાં પ્રથમ એટીડીઓ નથી, સર્કલ ઈન્સપેકટર નથી, આંકડા શાખામાં-૧, સહકાર-૧, નાયબ હિસાબનીશ -૧, શિક્ષણ જુનીયર કલાર્ક-૧, વર્ક ચાર્જ કારકુન-ર, સિનિયર કલાર્ક-ર હિસાબી, જુનીયર કલાર્ક હિસાબી-૧, ખેડુતોની માઠી દશા માટે ગ્રામ સેવક ખેતીવાડી નથી આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયાએ સરકારમાં ગાંધીનગર સુધી અનેક વાર રજુઆત કરી પણ આજ દીન સુધી કોઈપણ જગ્યા પણ પુરાયેલી છે જેનો ભોગ લેવાય છે. તાલુકાની જનતા અને કામ ન થતા તે જનતા તાલુકા પંચાયત કચેરીમાં આવી દેકારો બોલાવે છે માટે તાત્કાલિક તમામ ખાલીપ ડેલ જગ્યાઓ પુરવામાં નહીં આવે તો ન છુટકે તાલુકાની જનતા સાથે ગાંધી ચીંધા માર્ગે જઈ ઉપવાસ આંદોલનની ફરજ પડશે અને તેમ છતા કોઈ કાર્યવાહી નહીં થાય તો તાલુકાની જનતા ઉગ્ર આંદોલન કરશે તો તેની જવાબદારી સરકારમાં બેઠેલ ઉચ્ચ અધિકારીઓની રહેશે.