૩૧માં માર્ગ સલામતી સુરક્ષાનો સરદારનગર ઓડિટોરિયમ ખાતે પ્રારંભ

477

દેશિક વાહન વ્યવહાર કચેરી ભાવનગર, ટ્રાફિક શાળા તથા રેડક્રોસનાં સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહનો ૨૦૨૦ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે વિધીવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભાવનગર, ટ્રાફિક શાખા અને રેડક્રોસ સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે ૩૧માં માર્ગ સલામતી સુરક્ષા સપ્તાહનો પ્રારંભ ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમમાં થયો હતો.


આ સમારંભમાં માર્ગ સલામતી અને સુરક્ષા માટે જાગૃતિ આવે તે માટે મહાનુભાવોએ માહિતીઓ આપી હતી. તદઉપરાંત ટ્રાફિક જાગૃતિ અગેનાં ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. તેમજ અકસ્માતો કેવી રીતે નિવારવા, ટ્રાફિક સમસ્યાનાં નિવારણ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તથા ટ્રાફિક અવરનેસ વધે તેવી માહિતીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.


આ સમારોહમાં ડી.વાય.એસ.પી. મનિષ ઠાકર, ગિરીશભાઈ શાહ, સુમિતભાઈ ઠક્કર, આર.ટી.ઓ.અને ટ્રાફિકશાખાનાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તદ્‌ઉપરાંત વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબાબુ ગૌતમની 21 શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહ ‘કથાકાનન : ભાગ-1’નું મુંબઈમાં લોકાર્પણ
Next articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં-૮ માં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી