વીર સાવરકર પ્રાથમિક શાળા નં-૮ માં આજરોજ તા.૧૨ મી જાન્યુઆરી ના સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.શાળામા બાળકોએ વિવેકાનંદના બાળપણના પ્રસંગનું નાટક રજુ કર્યું હતું.જુદાજુદા બાળકોએ વિવેકાનંદના બાળપણના પ્રસંગોની રજૂઆત કરી હતી.શાળાના શિક્ષિકા અલ્પાબેને અને શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટએ વિવેકાનંદના જીવન-કવન વિશે વાત કરી હતી.શિકાગો ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલા ભાષણનો ઓડિયો સંભળાવવા આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટ ના માર્ગદર્શન નીચે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.