તળાજા પોલીસ સ્ટેશનના અનડીટેકટ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી એક આરોપી ઝડપી લેતી એલસીબી

1032

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બનેલ ચોરી તથા લુંટના અનડીટેકટ બનાવો ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા ટાઉન વિસ્તાનરમાં વણશોધાયેલ ચોરી તથા લુંટનાનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ચોરી તથા લુંટનાનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન તળાજા પાલીતાણા ચોકડી પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને જોઇ ભાગવા જતા તેને પકડી તેનું નામ સરનામું પુછતા અકરમભાઇ S/Oમહેબુબભાઇ ઓસમાનભાઇ બાવનકા/કસાય ઉવ. ૨૩ રહે. તળાજા વાવ ચોક ઓડ વાડો જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ મજકુરની અંગ જડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખીસ્સા માંથી એક એમ.આઇ. કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા જેના આઘાર પુરાવા બીલ માંતા ફર્યુ ફર્યુ બોલતો હોય કોઇ સંતોષ થાય તેવો જવા નહી આપતા એમ.આઇ. કંપનીનો જેના IMEI NO-865221034626628 – 865221034626636 મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- નો ચોરી અગળ છળકપટથી મેળવેલાનું જણાય આવતા સી.આર.પી.૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરી મજકુરની ઘોરણસર અટકાયત કરી મજકુરની સઘઘ પુછપરછ કરતા મજકુરે કબુલાત કરેલ કે આજથી એક વર્ષ પ્હેલા તળાજા ગાંઘી ચોક પાસેથી બે સ્ત્રી જતી હતી તેના હાથ માંથી મોબાઇલ ફોનની લુંટ કરી નાસી ગયેલ જે બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ખાત્રી કરતા ફ.૧૪૭/૧૯ ઇપીકો કલમ ૩૯૨,વિગેરે મુજબનો ગુન્હાઓ રજી થયેલ હોય જેથી મજકુર આરોપીને આગળની વધુ તપાસ કરવા માટે તળતજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં.આમ અનડીટેકટ લુંટના આરોપીઓને ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ હે.કો. જીતેન્દ્રસિંહ ઝાલા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleશિશુવિહાર સંસ્થામાં બાળકોને રાષ્ટ્રધ્વજ બનાવવા ની તાલીમ અપાઈ
Next articleલાંબા સમયથી ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા ઇસમને પકડી પાડતી ઘોઘારોડ પોલીસ ટીમ