તક્ષશિલા અને રોટરીના સથવારે હેપી સ્ટ્રીટ ધમાલ ગલી શિષર્ક અંતર્ગત ભવ્ય આયોજન કરાયું

935

તક્ષશીલા અને રોટરીના સથવારે રવીવારે ભાવનગરમાં જબરદસ્ત જલસો જબરદસ્ત મોજ સાથે “Happy Street ધમાલ ગલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. 2017 માં મૌલિક પાઠક અને ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ હેપ્પી સ્ટ્રીટ, ભાવનગર એટલે ભાવનગરની ખુશમિજાજીને કલા અને કૌશલ્યના સ્વરૂપે પુનઃ શહેરના રસ્તાઓ પર ધબકતી કરવાનો એક અભિનવ અવસર…

12 જાન્યુઆરીને રવીવાર સવારે 6 વાગ્યા થી રૂપાણી સર્કલ ખાતે પોતાનાં એ જ ઓરીજનલ સ્વરૂપમાં The Original HappyStreet Bhavnagar આપની સમક્ષ આપને થનગનાટ કરાવવા માટે ફરી થી હાજર થઈ હતું જેમાં ગીત – સંગીત, પેઇન્ટિંગ, સ્કેચિંગ સિંગિંગ, એક્ટિંગ, સ્કેટિંગ, ડ્રામા, સાયકલિંગ, બેડમિન્ટન, ટેટૂઇંગ, એરોબિક્સ, યોગા સેશન, જૂની દેશી રમતોની સાથે આ વખતે એક અભિનવ પ્રયાસ ના ભાગ રૂપે પ્રથમ વખત ક્રાફ્ટ આર્ટ (આરતી પાઠક અને ટીમ દ્વારા),

લાઈવ ટીશર્ટ પેઇન્ટિંગ (ધ હોબી ક્લબ, ભાવનગર દ્વારા), ગરબા યોગા (નેસ્ટ યોગા ગ્રૂપ, ભાવનગર દ્વારા), ઝૂમ્બા ડાન્સ (હેતા ગોહિલ અને ટીમ અમદાવાદ દ્વારા), ડ્રોઈંગ કોમ્પિટિશન (સુમિત ઠક્કર રેડક્રોસ ટીમ દ્વારા), ટેટૂ મેકિંગ (મહર્ષિ પંડ્યા દ્વારા) સાથે સાથે અવનવા મિત્રોને મળવાનો આનંદ, તમારામાં પડેલા કૌશલ્યને ભાવેણાનાં સૌ નગરજનો વચ્ચે મૂકવાની તક અને ભાવેણાની ખુમારીને શિયાળાની ઠંડી સવારમાં થનગનાવવાનાં પ્રયાસમાં પરિવારજનો અને મિત્રો સાથે અવનવી રમતો રમવા નો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર અને રોટરી ક્લબ ઓફ,રેડક્રોસ સોસાયટી, ભાવનગર, ગ્રાહક સુરક્ષા મંડળ, ભાવનગર, ધ હોબી ક્લબ, ભવનગર અગ્નિ શક્તિ યોગા ગ્રૂપ, આપ સૌ હેપ્પી સ્ટ્રીટ ધમાલગલી માં ભાગ લઈ ઉત્સાહ વધારોયો હતો.

ભાવનગર નું આ વખતે પ્રથમ વખત રૂપાણી સર્કલ ખાતે આયોજક મૌલિકભાઈ બી. પાઠક મેનેજિંગ ટ્રસ્ટી તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના, વડિલો, યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જલ્સા કરાયા હતા

Previous articleલાંબા સમયથી ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા ઇસમને પકડી પાડતી ઘોઘારોડ પોલીસ ટીમ
Next articleનિલમબાગ પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ