અમદાવાદ આરઆરસેલની ટીમે રાજકોટ- બગોદરા રોડ પર ભાયલાના પાટીયા નજકી વોચમાં રહી પુર્વ બાતમી આધારે રાજસ્થાનથી ઈંગ્લીશ દારૂનો વિપુલ જથ્થો ભરી નિકળેલ ટ્રકને ઝડપી લીધો હતો.
એ.કે.જાડેજા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગએ વિદેશીદારૂની હેરાફેરી થતી અટકાવવા આરઆરસેલ અમદાવાદ રેન્જના પોલીસના માણસોનેક રેલ સુચના આધારે આરઆરસેલની ટીમના ઈ. રીડર. પો.ઈન્સ. બી.એસ.રાઠોડ, એએસઆઈ હિતેન્દ્રકુમાર જીવણલાલ પો.કો. મહેન્દ્રસિંહ હરીસિંહ સોલંકી એ રીતેના અમદાવાદ જિલ્લા વિસ્તારના બાવળા પો.સ્ટે.ની હદમાં કામગીરીમાં નિકળેલ હતા જે દરમ્યાન સાથેના પો.કો. મહેન્દ્રસિંહ હરીસિંહ સોલંકીને ચોકકસ પણે બાતમી મળેલ કે, એક બંધ બોડીની ટ્રેક નંબરએનએલ ૦ર એન ૮૯૬૯માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ટ્રક કેબીન સાથે સીલ મારેલ છે જે હરિયાણા રાજસ્થાન તરફથી નિકળી શામળાજી, હિંમતનગર અમદાવાદ થઈ રાજકોટ હઈવે રોડ ઉપર થઈ સોરાષ્ટ્ર તરફ જનાર છે જે માહિતી આધારે આરઆરસેલની ટીમ તથા પો.સઈ કે.એન.ભુકણ બાવળા પો.સ્ટે. તથા તેમના સ્ટાફ સાથે રાજકોટ હાઈવે બાવળા બગોદરા રોડ ભાયલા પાટીયા નજીકથી ઉપરોકત વર્ણનવાળી ટ્રક પકડી વિદેશી દારૂની કુલ બોટલ નં.- ૭પ૦૦ જેની કુલ કિ.રૂા. ૧૭,ર૦,૮૦૦નો જથ્થો ઝડપી પાડેલ.
હરિયાણા રાજસ્થાન તરફથી વિદેશી દારૂ લાવનાર ટ્રકના ડ્રાઈવરની ધરપકડ
વિદેશી દારૂ લાવનાર ટ્રકના ડ્રાઈવર રાજકુમારસિંગ મહાબીરસિંગ ઉર્ફે બદરૂરામ જાટ રહે. ધારડાના ખુર્દ તા. બહુાના જી. ઝુન્ઝુનું રાજસ્થાન નાનો પોતાના બંધ બોડીની સીલબંધ ટ્રકમાં વિદેશી દારૂ ભરી સૌરાષ્ટ્ર તરફ જતા તેની ધરપકડ કરવામાંઅ ાવેલ અને ટ્રક તેમજ મોબાઈલ અન્ય મળી કુલ કિ.રૂા. રપ,ર૧,૮૦૦/-નો મુદ્દામાલ પકડી મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા આરઆરસેલની ટીમે તપાસ હાથ ધરી ચક્રોગતિમાન કરેલ.