સગવડની સવારી – (અનુભવના ઓટલે અંક: ૪૩)

1142

સૃષ્ટિના આરંભથી  માણસ સગવડ પાછળ હરાયા ઢોરની માફક દોડતો રહે છે. બાળકના જન્મ પૂર્વે જન્મ પામનાર બાળકના માતાપિતા તેમની સગવડ માટે તૈયારીઓ કરવા લાગી જાય છેઆવી સગવડની ઘણી મોટી યાદી તૈયાર થઈ શકે તેમ છેપરંતુ આપણે તેની ધફલી કૂટવી નથીતમે કહેશો કે તૈયારી તો કરવી  પડે ને ! જો આપણા ઘરે થોડા દિવસ માટે પણ મહેમાન આવવાના છેતેવા સમાચાર અગાઉથી મળી જાય તો આવનાર મહેમાનની સરભરા માટે આપણે કામે લાગી જતા હોઈએ છીએતો પછી આવનાર બાળક તો ઈશ્વરના પ્રતિનીધિ બની મહેમાન તરીકે પધારવાના હોય તો તેના સ્વાગત અને સંભાળનો પ્રબંધ આપણે કરવા તૈયારી તો કરવી  પડે ને પણ તમને  બધી “રામાયણ નહિ સમજાય. સગવડ માણસની શોભા છેતે માણસની ઓળખ પણ છેપૈસો અને વૈભવ માણસના અસ્તિત્વનો માપદંડ માનવામાં આવે છે. તેથી ઘણી વખત આપણે ગજા ઉપરવટનું વૈતરુ કરતા હોઈએ છીએઆપણે વટ પાડવાનું ચૂકતાં નથી.

એક રૂપિયાના દસકા દસખિસ્સામાં ખખડે ને પડે મારો વટ!

એક રૂપિયાના દસકા દસ.

રૂપિયા જેવી સાવ નાની રકમમાં પણ આપણે વટ પાડવો છે આજકાલ આપણી આદત બની ગઈ છે. સગવડની સોડ હૂંફાળી અને મોહક હોય છેતેમાં ધબોરાયેલો માણસ થીજીને માયાનો પિંડ બની જાય છેએમ થવાના લીધે તે સંસારભૂમિના માર્ગ પર અટવાઈ પડે છે. ભીંત ભૂલેલો માણસ મુક્તિનો માર્ગ શોધી શકતો નથીપરિણામે તેને ચોરાશી લાખ યોનીમાં વિહાર કરવો પડે છે, ભટકવું પડે છેસ્થૂળ ધનસંપત્તિરૂપી મળેલી સગવડમાયારૂપી અરીસામાં દેખાતું પ્રતિબિંબ છેઆભાસી દ્રશ્ય છેતેને પામવા માણસે આખું આયખું ગુમાવવું પડે છેમાણસને તેનું આયખું પણ ઓછું પડે છે.

તારે નગર જવા શબ્દો મળતા નથી,મલક મારો જોઈ માધવ જડતો નથી.

સોનેરી સપના સાલા હટતા નથી,

ઉર મહીં વ્યાપેલા અંધારાં ઓસરતાં નથી

જીવનમાં સમજની ઉષા ઊગી નીકળી છેપણ અંધારા ઓસરવાનું નામ લેતા નથીઈશ્વરનું સાનિધ્ય ઝંખું છુંઝંખના મુજબ કદમ ઊપાડી આગળ ધપી શકતો નથીઅંહકાર મારો પિછો છોડવાનું નામ લેતો નથીકોઈ ઘસાતું બોલે તો અંતરના આંગણે દુ:ખનો દાવાનળ ભડકે બળે છેઅરમાનનો દરિયો ઉછાળા ભરી તોફાને ચડે છેસમજણનું મીઠું જળ સંસારરૂપી સમુદ્રમાં ભળી ખારું ધુધવા થઈ જાય છેએટલે કહેવાનું મન થાય

તારે નગર જવા શબ્દો મળે,

ઉર મહીં ઉમંગ ભરે ઝગમગની આથમતી જ્યોત પ્રભુ પાવન કરે,

હૈયામાં પ્રભુ હામ ભરીતું કરુણા કરે.

 

મારો કહેવાનો ભાવ બહુ સ્પષ્ટ છેઅહંકાર આપણને મુક્તિના માર્ગે જતા રોકે છેઅહંકાર મોહમાંથી જન્મે છેમોહ ઇચ્છા અને અપેક્ષાના લીધે થાય છેઇચ્છા અજ્ઞાનતાથી જન્મે છેપછી તેમાં મમતા પેદા થવા લાગે છેતેમાંથી મોહ ઉદભવે છેમોહ જાગવાથી અહંકાર થાય છેઅહંકાર આપણા પતનનું કારણ બને છે. તમે કહેશો અહંકાર જો પતનનું કારણ હોય તો આપણે તેનો ત્યાગ કરી દેવો જોઈએતમારી વાત સોળ આનાની હોવા છતાં તેનો અમલ કરવો સરળ નથીહું નમ્રભાવે સ્વીકારું છુંઅહંકાર મને છોડતો નથીએવું જરા પણ નથીહું અંહકારને છોડી શકતો નથીતેનું કારણ દીવા જેવું સ્પષ્ટ છેસગવડની સવારી કરનાર એક પણ માયનો લાલ અહંકાર છોડી શકતો નથીસગવડની સવારી કરવાની જેની આદત થઈ જાય છેતેને પોતાની સુખ સગવડ જુટવાય જવાનો ભય હોય છેમને પણ મારી સગવડ જુટવાય જવાનો ભય હોય તે સ્વભાવિક છેતેથી હું અહંકારનો પિછો છોડી શક્ત્તો નથીકોઈવાર કરેલા કાર્યની નોંધ  લેવાય અથવા યોગ્ય પ્રશંસા  થાય તો મન સંતાકૂકડીની રમત રમવા લાગી જાય છેમન બેચેન બની અશાંતિનો ઉત્સવ મનાવવા લાગી જાય છેભીતરમાં કરેલા કાર્યનો ઢોલ રણકવા લાગે છેસ્વપ્રશંસાના પડઘમ અને બેન્ડ બની રણકતાં રહે છે. ફૂંકાતા રણસિંગાં અંતરપ્રદેશમાં ઉમંગનું આંધણ મૂકી વણનોતર્યા મોહ અને ઈચ્છાઓના પરિવારને આમંત્રણ આપે છે. ઇચ્છા અને મોહ માણસને ભીત ભૂલવી અહંકારના અગ્નિમાં હોમિ દે છેઅહંકારરૂપી ભડકે બળતા અગ્નિમાં આપણું માનવજીવન બળી ને ખાખ થઈ જાય છે.

મહાત્મા ગાંધી દેશની સમસ્યાઓના ઉકેલ માટેહંમેશા રેલવેના ત્રીજા વર્ગની મુસાફરી કરતા હતાતેઓ ત્રીજા વર્ગની મુશ્કેલીઓનો એમ કરી અભ્યાસ કરવા ઇચ્છતા હતાગાંધીજી માનતા હતા: દેશસેવા કરનાર લોકોએ ઓછામાં ઓછી સગવડનો ઉપયોગ કરવો જોઈએતેમને શારીરિક મર્યાદાઓના કારણે જ્યારે પ્રથમ વર્ગની મુસાફરી કરવી પડતી હતીત્યારે તેમને અંદરથી ભારે દુ:ખની લાગણી થતી હતીસેવાક્ષેત્રમાં ઠાઠમાઠને કોઈ સ્થાન હોતું નથીસગવડનો વૈભવ સેવાના ખેતરમાં આપણને પાકેલા પાકમાંથી તૈયાર થયેલી સ્વાદિષ્ટ વાનગીના સ્વાદથી વંચિત રાખે છેમહાત્મા ગાંધી તેના શરૂઆતના સમયમાં બાહ્ય વ્યક્તિત્વને પોશે તેવા સુધારાઓથી પ્રભાવિત હતાતેમણે પોશાક, બૂટ-મોજાં અને બીજા બાહ્યાચારને પોતાની જીવન શૈલી સાથે વણી લીધા હતાપણ અનુભવના અંતે ગાંધીજીએ તેને તિલાંજલી આપી દીધી હતીતેઓ સાદગીભર્યું જીવન જીવતા હતાતેઓ જરૂરિયાત કરતા વધુ ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળતા હતાતેઓ પાણીનું એક બુંદ પણ બીજરૂરી વેડફાઈ નહિતેની કાળજી રાખતા હતાગાંધીજી અન્યના કલ્યાણ માટે સમયનો સદ્ઉપયોગ કરવાનું ચૂકતા નહિમને તેમના જીવનમાંથી પ્રેરણાનો ધોધ પ્રાપ્ત થયો છેમારા અંતરમાં પ્રેરણાના ધોધના પ્રવાહે ઊર્જાનો સ્ત્રોત વહેતો મૂક્યો છેઊર્જારૂપી મળેલી શક્તિ મારા કાર્યને ગતિ આપે છેજોકે કોઈવાર હતાશ અને નિરાશ થઈ જવાય છેપણ “બાપુ ની પ્રેરણાના જ્ઞાનપ્રકાશ વડે હું મારો માર્ગ શોધી લેવામાં સફળ રહું છુંતેથી મારું ગાડું ગબડતું રહે છેમારી સફળતામાં મારું કોઈ પરાક્રમ નથીમારી સફળતાનો આધાર “બાપુ ની પ્રેરણા છે.

સગવડની સવારી મને ગમતી નથીવધુ પડતી સગવડ વ્યક્તિને નિર્બળ બનાવી દે છેસગવડરૂપી સેવા વ્યક્તિને જરૂરિયાત કરતા જો વધુ મળે તો સેવા લેનાર વ્યક્તિની શક્તિ કુંઠિત બને છેશાળાની મુલાકાતે આવતા મહાનુભાવો પ્રજ્ઞાચક્ષુ બાળકોને જુદીજુદી ચીજ વસ્તુની ભેટ આપવા આવતા હોય છેમદદ કરવાની તેમની ભાવનાને મારી સલામ છેસંસ્થા તરફથી બાળકોને બધી  સગવડ વિનામૂલ્યે આપવામાં આવે છેછતાં કેટલાંક દાતાઓ બાળકોને કેટલીક ચીજવસ્તુ આપવાનો આગ્રહ રાખતા હોય છેદાતાઓના આગ્રહને માન આપી અમો દાતાશ્રીની ઇચ્છા મુજબ બાળકોને તેમના વરદહસ્તે ચીજવસ્તુનું વિતરણ કરાવી આપીએ છીએકેટલાંક દાતાઓગરમ સ્વેટરધાબળાચાદર ઓછાડ,જેવી અનેક ભેટ બાળકોને આપતા હોય છે. સંસ્થા તરફથી બાળકોને  બધી ચીજ વસ્તુઓ આપવામાં આવે છેવળી રહેવા જમવાની સગવડ સંસ્થા પાગરણ સાથે આપતી હોવાથી ચાદર ઓછાડનો ઉપયોગ બાળકોને સંસ્થામાં કરવાની જરૂર પડતી નથીતેમ છતાં ઘણાં દાતાઓ તે વાત સમજવા તૈયાર થતા નથીબાળકો દાતાઓ તરફથી મળેલી ભેટસોગાદ ઘરે મૂકીને આવે છેદાતાનું દાન બાળકના બદલે તેના કુટુંબને પહોંચી જાય છેમારી દૄષ્ટિએ દાતાએ આવી વસ્તુનું દાન સંસ્થાને કરવું જોઈએકારણ કે સંસ્થા તમામ બાળકોને  બધી વસ્તુ વિનામૂલ્યે છાત્રાલય અને શાળામાં વાપરવા માટે આપે છેશાળામાંથી બાળક ભણીને જતું રહેશેત્યારે તે વસ્તુનો ઉપયોગ આવનાર બાળક કરી શકશેદાતા બાળકને સિધિ ભેટ આપી પોતાની લક્ષ્મીનો યોગ્ય ઉપયોગ કરતા નથીપરિણામે તેનો ફાયદો આવા બાળકોના પરિવારના સભ્યોને થાય છેદાતાશ્રી પુણ્ય કમાવા ભલે આમ કરતા હોયપણ એમ કરવાથી દાતાનો પુણ્ય કમાવવાનો હેતુ એળે જાય છેપુણ્ય કમાવા તે વસ્તુ અર્થાત ભેટસોગાદ સંસ્થાને પણ આપી શકે છેસંસ્થા મળેલી દરેક વસ્તુ બાળકના ઉત્થાન માટે  વાપરવાની છેતેથી બાળકોને દાન કરવાનો આગ્રહ રાખવાનો કોઈ અર્થ રહેતો નથીહું દરેક દાતાઓની લાગણીને વંદન કરું છુંઅંધ વ્યક્તિને આગળ વધારવા સહાય કરવાની સૌ કોઈની નૈતિક જવાબદારી છેપરંતુ મદદ કરવાનો હેતુ તેને પગભર કરવાનો હોવો જોઈએઆર્થિક સહાય કરવાનો નહિ કોઈ પણ અંધ વ્યક્તિ પ્રત્યે સાહનુભૂતિ દાખવવાથી તે પોતાના પગ પર ઊભો નહિ રહી શકેતેને પગભર કરવા ઉત્તમ તાલીમ અને શિક્ષણની જરૂરી સેવાઓ પૂરી પાડવી પડશેઆપણી સરકાર સંત સુરદાસ યોજના નીચે થોડી ઘણી આર્થિક સહાય કરી પોતાની જવાબદારી પૂર્ણ કરવાનો સંતોષ ભલે અનુભવતી હોયપરંતુ સરકારે અંધજનોને સરળતાથી રોજગારી મળી રહે તેવા પગલાં ભરવા જોઈએસગવડની સવારી પ્રજ્ઞાપંથીઓને પુનર્વસનના મુકામ સુધી લઈ જઈ શકશે નહિ.

મહાત્મા ગાંધી શ્રમદાન કરતા અને કરાવતા હતાઆશ્રમમાં રહેતા દરેક અંતેવાસીઓને પોતાનું કામ જાતે કરવાના નિયમનું પાલન કરાવતા હતામહેનતથી મળેલું ધન આપણને ઉન્નત બનાવે છેપણ દયાથી મળેલું ધન આપણને ભિખારી બનાવે છે.

મને મારી કાવ્ય પંક્તિઓ યાદ આવે:

માગવી નથી ભીખ, કરવી નથી જીદ,

કાશ કરે તું કૄપા,

સુંદર ગાવું ગીત.

શબ્દ નથી તો શું થયું? હ્રદય હજુ ધડકે છે,

આંગણ વાદળ વરસી ઇશ,

નદીનાળા છલકે છે.

આંખોની જ્યોત ભલે ગુમાવી, હિંમતની તેજસ્વિતા પ્રભુ તેં આપી છે, માટે ભીખ માગવાનું હું ઈચ્છતો નથીએટલે કે દયા કે સાહભનુભૂતિથી મળેલું ધન મારા ખપનું નથીપ્રભુ તું અમોને આવું ધન કદાપિ આપીશ નહિકર્મ કરવા તાકાત આપજેસગવડ ભલે ઇશ્વર તું મને આપેહું તેને મારા શીર પર ચડાવું છુંહે પરમકૃપાળુ પરમેશ્વર, તું મને કદી તેનો ગુલામ બનાવીશ નહિગુલામ માણસનું જીવન એળે જાય છેતેથી તું ઇચ્છતો હશેતો પણ મારું કલ્યાણ થઈ શકશે નહિપંક્તિના શબ્દો પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના જીવનમાં રંગ લાવે તેવી હું પ્રાર્થના કરુ છું.

અંધજનોને રોજગારી મળી રહે તેવી જાગૄતિ ઘણી સંસ્થાઓમાં આવવા લાગી છેતેને હું દિલથી આવકારું છુંસંચાલકોમાં જે જાગૃતિ આવી છેતે તેના લાભાર્થી સુધી લઈ જવી હોય તો પાઠ્યપુસ્તકના શિક્ષણની સાથે ખાસ શાળાઓમાં શિક્ષણ મેળવતા પ્રજ્ઞાચક્ષુ બાળકોને જીવનલક્ષી શિક્ષણ પણ આપવું પડશેપાઠ્યક્રમની અધૂરી કેળવણી વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલમાં બાધક બનતી નથીપણ જીવનલક્ષી કેળવણીના અભાવે વ્યક્તિ જીવનમાં આવતી સમસ્યાઓ સામે લડી શકતો નથીપરિણામે તે જીવનમાં હારી જાય છેઅન્ય આધારિત જીવન જીવવા તે મજબૂર બને છેસખત મહેનત કરી જે શિક્ષણ મેળવે છેતે પોતાનું  નહિ, પરંતુ તેમના સમગ્ર પરિવારનું પણ ભલું કરે છેસગવડની સવારી સંભાળપૂર્વક કરવા જેવી છેવિદ્યાકાળમાં અગવડ ભોગવતા જે શીખી લે છેતેને સગવડની સવારી કરવાની તક અવશ્ય મળે છે. ઝુંપડપટ્ટીમાં રહેતો બાળક પણ બોર્ડમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતો હોય છેવર્તમાનપત્રોમાં આપણને આવા સમાચાર અવારનવાર જાણવા મળતા હોય છેટૂંકમાં, વિદ્યા પ્રાપ્ત કરવા માટે સગવડ કે ધનસંપત્તિની જરૂર પડતી નથીવિદ્યા સખત પરિશ્રમ વડે મળે છેબધા  ધનમાં વિદ્યાને અવિચળ ધન કહેવામાં આવ્યું છે. કારણ કે તે વાપરવાથી ખાલી થતું નથીવાપરવાથી વધે છેતેની ચોર ચોરી કરી શકતો નથીતેને સાથે રાખવાથી ભય પેદા થતો નથીતેને સાચવવા માટે ખજાનાની જરૂર પડતી નથીજેમજેમ તમે તેનો ઉપયોગ કરવા લાગો છોતેમતેમ તેમાં વૃદ્ધિ થવા લાગે છેમૂલ્યવાન ખજાનો પામવા સગવડની સવારી સંભાળીને કરવાનું રાખશો તો વિદ્યારૂપી ધનના માલિક બનશો. વિદ્યા વિનયથી શોભે છેવિનય વિનાની વિદ્યા ધાર વિનાની તલવાર બરાબર છેજેમ ધાર વિનાની તલવાર,યુદ્ધના મેદાનમાં કામ લાગતી નથી. તેમ વિનય વિનાની વિદ્યા ખરા સમયે ઉપયોગમાં આવતી નથીસગવડની સવારી અવિવેકને મહેમાન તરીકે નોતરે છેતેથી સગવડની સવારી સભાનતા પૂર્વક કરવી જોઈએ.

સમજના જગને જે પામે,સુખે તરે સંસાર;

ઇન્દ્રિયોને જે જીતે ,મહાવીર થઈ પૂજાય.

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

Previous articleભાવનગર શહેરમાં પ્રેસરોડ પર યુવાન ને છરીના ઘા ઝીંકાયા સારવાર દરમિયાન મોત
Next articleનંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તથા કોલેજ દ્વારા તૃતીય મીની ઓલિમ્પિકનું ભવ્ય સમાપન સમારોહ યોજાયો