નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તથા મહારાણી નંદકુંવરબા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા તૃતીય મીની ઓલમ્પિક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સમગ્ર રાજપરિવાર તથા સમગ્ર ટ્રસ્ટી ગણ વિશેષ ઉપસ્થિતિમાં સમાપન યોજાયો હતો.
જેમાં ધ્વજારોહણ તથા ઓલિમ્પિક મશાલ ની સ્થાપના સાથે મહારાજા સાહેબ દ્વારા રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પરેડ બાદ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓ તથા કોચશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ રંગારંગ કાર્યક્રમ બાદ ટીમગેમ વોલીબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ તથા નારગેલ રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીનીઓ બહેનોએ ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાઓ ભાગ લેનાર ખેલાડીઓને ટ્રોફી થી સન્માનિત કરાયા હતા.