ભાવનગર શહેર જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના થઇ છે. નવા વર્ષના પ્રારંભથી લઇ બારમાં દિવસે ત્રણ હત્યાનાં બનાવો બનવા પામ્યા છે. જેમાં ભાવનગર શહેરનાં કરચલીયા પરા ખાતે રહેતા યુવાન સાથે આજ વિસ્તાર ખાતે રહેતાં શખ્સ સાથે ૩૧ ડિસેમ્બરે બોલાચાલી થવા પામી હતી, આ ઝઘડાની દાઝ રાખી બે શખ્સોએ વૈશાલી સિનેમાં પાસે બે શખ્સોએ અટકાવી છરીનાં ઘા ઝીંકી દેતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હત્યાનાં બનાવની જાણ થતાં સર.ટી.હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યાં હતા.
આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરનાં કરચલીયા પરા ખાતે રહેતાં પ્રવિણભાઇ ઉર્ફે પાલો છગનભાઇ ચુડાસમાને આજ વિસ્તાર ખાતે રહેતાં જિગર ઉર્ફે જીગામામા, ધિરૂભાઇ બાંભણીયા સાથે ૩૧ ડિસેમ્બરના દિવસે બોલાચાલી થઇ હતી, આ બોલાચાલીથી દાઝે ભરાયેલા જિગર ઉર્ફે જીગામામા એ વૈશાલી સિનેમા પાસેથી પસાર થઇ રહેલા પ્રવિણ ઉર્ફે પાલા સાથે બાઇક અટકાવી પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને પ્રવિણ ઉર્ફે પાલાને પેટના ભાગે અને સાંથળના ભાગે છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. પ્રવિણ ઉર્ફે પાલો લોહી-લુહાણ હાલતે સ્થળ પર પટકાયા હતા.
આ ઘટનાની જાણ થતાની સાથે ડી.વાય.એસ.પી. સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને ઇજાગ્રસ્ત યુવાનને હોસ્ટપિટલે ખસેડેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં સર.ટી.હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યાં હતા. આ બનાવ અંગે મૃતકનાં ભાઇ દિનેશભાઇ છગનભાઇ ચુડાસમાએ જીગર ઉર્ફે જીગરમામા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા છે. તેમજ હત્યા કરનાર જીગર ઉર્ફે જીગામામા ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે.