ઉત્તરાયણ ના તહેવાર ની કોને રાહ ના હોય..ચડવુ, પડવું, દોડવું અને આખડવું..પતંગો ઉડાડવા ગમે ત્યાં ચડવું ગમે ત્યાંથી પડવુ.. અને કપાયેલો પતંગ લૂંટવા ગમે તેટલું દોડવું..અને પતંગ હાથ માં ના આવે તો ખાસ ભાઈબંધો સાથે લડવું દરેક ના જીવનમાં ઉત્તરાયણ ની આ યાદગાર યાદો હોય છે..
પરંતુ આવા રૂડા તહેવારે પતંગની સાથે ઊંચા સપનાઓ શુ દિવ્યાંગ બાળકો નહી જોતા હોય..તો આવાજ દિવ્યાંગ બાળકોને તેના સપનાઓને નાનકડો ટેકો આપવાનો પ્રયાસ શહેર કૉંગ્રેસ દ્વારા ઉત્તરાયણ ના તહેવાર નિમિતે અંકુર વિદ્યાલય ના બાળકો અને વિદ્યાર્થીઓ પોતાના સપનાના પર્વ ની ઉજવણી તા.13.1.20 ને સોમવારના રોજ ઘોઘા સર્કલ પાસે આવેલા અખાડામાં કોંગ્રેસ અગ્રણી અને દિવ્યાંગ બાળકો સાથે પતંગો ઉડાડી પર્વ ની ઉજવણી કરવામા આવી હતી.
ઘોઘા સર્કલ પાસે આવેલા અખાડામાં કોંગ્રેસ અગ્રણી અને દિવ્યાંગ બાળકો સાથે પતંગો ઉડાડી પર્વ ની ઉજવણી કરવામાં આવી જેમા બાળકૉ ને પતંગ,ફીરકી,માસ્ક,બ્યુગલ,ફુગ્ગા, તેમજ ચીકી,લાડવા,પેસ્ટ્રી,ચોકલેટ,નાનખટાઈ,નાસ્તામાં સમોસા જેવી વસ્તુઓ આપી એક યાદગીરી રુપ લાગણીશીલ પતંગ ઉત્સવ ઉજવાયૉ..
જેમા ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ તેમજ તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી,ભરતભાઈ બુધેલીયા,જીલ્લા પંચાયત વિપક્ષ નેતા પદુભા ગોહિલ,રાણીંગા સાહેબ,મનોહરસિંહ ગોહિલ (લાલભા), સંજયસિંહ ગોહિલ,કાંતીભાઇ,જીતુભાઈ સૉલંકી,પૂવઁ વિધાનસભા યુવા કૉંગ્રેસના પ્રમુખ જયદેવસિંહ ગોહિલ,અનવરખાન,અબ્દુલ રઝાક કુરેશી,મહિલા પ્રમુખ પારુલબેન ત્રિવેદી,રીટાબેન,કમલેશભાઈ ચંદાણી,સાજીદભાઈ,વિરભદ્રસિંહ ઉખરલા,ઉદયભાઈ રાઠૉડ,નિલદિપસિંહ,કિશોરભાઈ કંટારીયા,કિશનભાઈ મેર,ભાવીનભાઈ ઓઝા,અસ્લમ,સિંકદરભાઈ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેને લઈને શહેર કોંગ્રેસ ના તમામ કાર્યકરો અને નગરજનો ને આ ઉજવણીમાં જોડાયા હતા.