તળાજાના દેવલી ગામે દોઢેક મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીમાં ત્રણ ઇસમોને ઝડપી લેતી એલસીબી

832

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે.વિસ્તાનરમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પાલીતાણા ચોકડી પાસે આવતા સંયુકત બાતમી હકિકત મળેલ કે,પાલીતાણા બાજુથી એક હીરો કંપનીની સીડી ડીલક્ષ મોટરસાયકલ ઉપર બે જણા તથા એક હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ ઉપર એક જણ એમ ત્રણેય જણા ચોરાઉ મોબાઇલ લઇને તળાજા વેચવા માટે આવાવાના છે. જે હકીકત આધારે પંચોના માણસો સાથે વોચમાં હતા તે દરમ્યાન પાલીતાણા બાજુથી હકીકત વાળા બે મોટર સાયકલ ઉપર ત્રણ માણસો આવતા તેવન ઉભા રાખી (૧) નુ નામઠામ પુછતા મનોજભાઇ ઉર્ફે મનુજ દેવજીભાઇ જીલુભાઇ વાઘેલા જાતે- દે.પુ. ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે.ભીલવાડ, અક્તેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં, પાલીતાણા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી બે મોબાઇલ ફોન મળી આવતા જે બન્ને મોબાઇલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેના મોબાઇલ ફોન ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે (1) એક વન પ્લસ -૫ ગ્રે કલરનો મોડલ નં.વન પ્લસ એ ૫૦૦૦ નો જેની કિ.રૂ.૧૨૦૦૦/- ગણી તથા (2) એક MI કંપનીનો ગ્રે કલરનો મોડલ નં.MC13B નો જેની કિ.રૂ.૫૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઇસમ પાસેની એક મોટર સાયકલ આધાર પુરાવા અને બીલ વગરની મળી આવતા જે એક હિરો કંપનીની સીડી ડિલકક્ષ જેના આર.ટી.ઓ.રજી. નં. GJ-04-DK-0558 છે. તેની કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
બાદ નં.(૨) નું નામઠામ પુછતા બુધાભાઇ ભલાભાઇ જોગરાણા જાતે- ભરવાડ ઉ.વ.૩૬ ધંધો હિરા રહે.સાજણાસર, તા.પાલીતાણા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સા માંથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતા જે ત્રણેય મોબાઇલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેના મોબાઇલ ફોન ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે (1) એક વીવો કંપનીનો કાળા કલરનો મોડલ નં.૧૭૨૪ નો જેની કિ.રૂ.૩૦૦૦/- તથા (2) એક સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.ગેલેક્ષી SM-M107F નો જેની કિ.રૂ.૯૦૦૦/- તથા (3) એક વીવો કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.૧૯૦૪ નો જેની કિ.રૂ.૯૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.
નં.(૩) નું નામઠામ પુછતા વિશાલ ઉર્ફે હંટર રાજેશભાઇ બાબુભાઇ સોલંકી જાતે- દે.પુ. ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે.છવાડીની બાજુમાં, ખોડીયાર મંદીર પાસે, ભીલવાડ, પાલીતાણા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટ/શર્ટના ખીસ્સા માંથી ૬ મોબાઇલ ફોન મળી આવતા જે છએ મોબાઇલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેના મોબાઇલ ફોન ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે જોતા (૧) એક નોકીયા કંપનીનો સફેદ કલરનો મોડલ નં. લીમા ૬૨૫ જેની કિ.રૂ.૩૦૦૦/- ગણી તથા (૨) એક vlvo કંપનીનો મોડલ નં.Y51L નો સફેદ કલરનો જેની કિ.રૂ.૩૦૦૦/- ગણી તથા (૩) એક સેમસંગ કંપનીનો મોડ નં.SM-G610F જેની કિ.રૂ.૪૦૦૦/- ગણી તથા (૪) એક લીનોવા કંપનીનો ગ્રે કલર ડબલ સીમકાર્ડ વાળો સીમકાર્ડ વગરનો જેની કિ.રૂ.૧૦૦૦૦/- ગણી તથા (૫) એક રેડમી MI કંપનીનો મોડ નં.M1810F61 જેની કિ.રૂ.૧૨૦૦૦/- ગણી તથા (૬) ઓપો કંપનીનો મોડ નં.F11 Pro જેની કિ.રૂ.૧૫૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તેમજ એક મોટર સાયકલ આધાર પુરાવા અને બીલ વગરની માળી આવત જે એક હોન્ડા કંપનીની ડ્રીમ યુગા જેના આર.ટી.ઓ.રજી. નં.GJ-04-CH-0028 છે. જેની કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. મજકુર ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલાક ૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ છે. એક સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોડલ નં.ગેલેક્ષી SM-M107F જે અંગે તળાજા પો.સ્ટે. ખાતે ખરાઇ કરતા સદરહું મોબાઇલ ચોરીનો તળાજા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૮૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મજકુર ત્રણેય આરોપીઓને તળાજા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Previous articleબોરતળાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પોતાના ઘરે ગળાફાંસો ખાય જીવન ટુંકાવ્ય
Next articleસીનીયર સીટીઝનની નજર ચુકવી ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લેતી ઘોઘારોડ પોલીસ