ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર યાદવએ ભારત દેશમાં સીનીયર સીટીઝન સાથે બનતા ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આવા બનાવ ન બને તે માટે સુચનાઓ કરેલ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા સીટી ડીવાયએસપી એમ.એચ.ઠાકર સાહેબના સીધા માર્ગદર્શન મુજબ ગઇ તા.૧૨/૦૧/૨૦૨૦ ના સાંજના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ૭૪ વર્ષના સીનીયર સીટીઝન સાથે એક રીક્ષા ચાલક તથા પાછળ બેસેલ બે માણસોએ તેમને ફોસલાવી રીક્ષામાં બેસાડી તેમના ખીસ્સામાંથી એક મોબાઇલ તથા રોકડા તેમની નજર ચુકવી ચોરી કરી નાશી ગયેલ જે અંગેની ફરીયાદ તેઓએ ગઇકાલ તા.૧૩/૦૧/૨૦૨૦ ના રોજ અત્રેના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુના રજી.નં.૦૦૭૭/૨૦૨૦, ઇ.પીકો. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ રજી. કરાવતા પોલીસ ઇન્સપેકટર શ્રી આર.આઇ.સોલંકીએ રહેણાંક તથા કોમ્પલેક્ષોના પ્રાઇવેટ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી આ રીક્ષા બજાજ થ્રી વ્હીલ રજી.નં.જીજે.૦૪.એ.યુ.૧૯૫૯ ની હોવાની માહીતી મળતા પોકેટ કોપ તથા ઇ ગુજકોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી રીક્ષા ચાલકની માહીતી આધારે ડી-સ્ટાફના પોલીસ સબ ઇન્સ. ટી.એલ.માલ તથા હેડ કોન્સ. જયવિરસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ મહિડા તથા પોલીસ કોન્સ. કિશોરભાઇ વાઘેલા તથા પોલીસ કોન્સ. કાળુભાઇ મેરાભાઇ એમ તમામને આરોપીઓ શોધી લાવવા સમજ કરતા પોલીસ કોન્સ. જયેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ મહીડાને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આ ગુન્હો કરનાર રીક્ષા ચાલક તથા તેની સાથેના બન્ને દિપકચોક તરફ અન્ય ગુન્હો કરવાની ફીરાકમાં છે જે માહીતી આધારે દિપકચોક પાસેથી આરોપીઓ (૧) ઇમરાન ઉર્ફે લાલો મહમદભાઇ પીંડારા/મેમણ, ઉવ.૨૨, રહે.વડલા, ભાવનગર તથા (૨) પંકજ ઉર્ફે પકો ખીમજીભાઇ બારૈયા/કોળી, ઉવ.૨૯, રહે.દેસાઇનગર, ઝવેરભાઇની વાડી, ભાવનગર તથા (૩) મગનભાઇ વલ્લભભાઇ રાઠોડ/સગર, ઉવ.૬૦, રહે.વડવા, દેવજીભગતની ધર્મશાળા પાસે, ભાવનગરવાળાઓને રીક્ષા તથા ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝબ્બે કરી પોલીસ ઇન્સ. આર.આઇ.સોલંકીની સુચનાથી પોલીસ સબ ઇન્સ. ટી.એલ.માલ સાહેબએ આગળની તપાસ હાથ ધરી છે.