મુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નો અંગે રાજયપાલ કોહલીને આવેદન અપાયું

666
bvn2732018-6.jpg

મુસ્લિમ સમાજના ગુજરાતના આગેવાન યુસુફ પરમાર નૌશાદ કુરેશીસહિત આગેવાનો રાજ્યપાલને રૂબરૂ મળ્યા અને અને મુસ્લિમ સમાજને પડતી મુશ્કેલી અંગે ચર્ચાઓ કરી હતી ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા અરસાથી ગૌરક્ષા ના નામ ઉપર અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાયદેસરના ધંધાઓ માંડ્યા છે ત્યારે આવા ધંધામાં મુસ્લીમ સમાજના લોકોને કારણ વગરના ગુનામાં ફસાવી અત્યાચાર કરવામાં આવે છે જેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા તા. ૨૬/૧૦/૨૦૦૫ ના રોજ ગૌ રક્ષક અને તેમની કથિત સંસ્થાઓ સામે જરૂરી કાર્યવાહી કરવા ચુકાદો આપ્યો હોય જેનું આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયો નથી જેને  લઈને આજ રોજ ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલને ઇન્ડિયન માઈનોરિટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ ના ચેરમેન હાજી યુસુફ પરમાર તેમજ સિહોર મુસ્લિમ સમાજના યુવાનેતા નૌશાદ કુરેશી તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ એ સાથે રહીને આવેદન આપ્યું હતું. આગામી દિવસોમાં ગૌ રક્ષક ના નામે ચાલતી ખોટી સંસ્થાઓ દ્વારા અન્ય કોઈપણ રીતે મુસ્લિમ કે અન્ય કોઈપણ સમાજના લોકોને ખોટી રીતે ફસવામાં ન આવે તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા નો અમલ તાત્કાલિત ધોરણે ગુજરાત માં કરવામાં આવે અને જિલ્લા વાઇસ એક એક નોડલ ઓફિસરની ની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત મુસ્લિમ સમાજના અન્ય પડતર પડેલા પ્રશ્નોની પણ રજુઆત કરવામાં આવી.

Previous articleનંદકુંવરબા કોલેજમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત
Next articleનવાપરા ખાતે રોડ પર ખડકાયેલા વાહનોને ડીટેઈન કરી દંડ વસુલાયો