ભાવનગર નવાપરા કબ્રસ્તાનવાળા રોડ પર ટ્રાફીકને અડચણરૂપ ખડકાયેલા વાહનોને ટ્રાફીક શાખાનો સ્ટાફે ડીટેઈન કરી રોડને ખુલ્લો કરાવ્યો હતો.
ભાવનગર શહેરના ટ્રાફીકથી ભરચક રહેતા એવા નવાપરા કબ્રસ્તાનવાળા રોડ પર બન્ને બાજુ ટ્રાફીકને અડચણરૂપ થાય એ રીતે ખડકી દેવાયેલા વાહનો પર ટ્રાફીક શાખા દ્વારા તવાઈ બોલાવાઈ હતી અને ગેરકાયદેસર પાર્ક કરેલ લક્ઝરી બસ, બે ટ્રક, ૭ જેટલી રીક્ષાઓ ડીટેઈન કરી વાહન માલિકો પાસેથી સ્થળ પર જ રૂા.૧ર,૦૦૦ જેટલો દંડની વસુલાત કરી હતી. જે બાબતે ટ્રાફીક શાખાના પીએસઆઈ સેંગલે જણાવ્યું હતું કે, તમામને અનેકવાર વાહનો ન રાખવા સુચના અપાઈ હતી છતાં વાહનો ન હટાવાતા કાર્યવાહી કરવી પડી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી શરૂ રહેશે અને વધુ કડક રીતે પગલા લેવાશે. ટ્રાફીક શાખા દ્વારા નવાપરા રોડને ખુલ્લો કરાવાતા વાહન ચાલકોએ આ કામગીરીને બિરદાવી હતી.