ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનના શારીરીક તથા માનસીક ત્રાસના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ઝડપાયો

901

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાોન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, મહિલા પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(ર) તથા દહેજ પ્રતિબંધિત કલમ-૩/૪ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હનિફભાઇ સતારભાઇ ચોકિયા અલંગ મણાર ગામ હદવાના નાળા પાસે આવેલ અપના મરીન પ્લોટની પાસે ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા હનીફભાઇ સતારભાઇ ચોકિયા ઉવ.૨૬ રહે. ત્રાપજ ગામ અલંગ રોડ એસ.બી.આઇ. બેંક બાજુમાં તા.તળાજા જી.ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે અલંગ પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુર.ન. ૫૨/૨૦૧૯ ઇ.પી.કો.- ઇ.પી.કો. ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(ર) તથા દહેજ પ્રતિબંધિત કલમ-૩/૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય પો. ઇન્સ.મહિલા પો.સ્ટે.ભાવનગર જાણ કરવા તજવીજ કરાવમાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ ભયપાલસિંહ ચુડાસમા તથા પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા પેરોલ ફર્લો સ્કોડના પો.કો ઇમ્તીયાઝખાન પઠાણ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleદોલત અનંત વળિયા ન્યુ હાઇસ્કુલ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ
Next articleછ વર્ષથી ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી