ઘોઘા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

872

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શીહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, ઘોઘા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એફ), ૮૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી બહાદુરભાઇ કેશાભાઇ પરમાર રહે.ભદ્રાવળ ,તા.તળાજા વાળો લાલ કલરની જર્સી અને કાળા કલરનુ પેન્ટ પહેરીને વરલ ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી હકીકત મળતા તુર્તજ પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા વરલ ગામના બસ સ્ટેન્ડમાં આવતા ઉપરોક્ત વર્ણનના કપડા પહેરેલ એક ઇસમ જોવામાં આવતા મજકુર ઇસમ પાસે જઇ તેનુ પંચોની હાજરીમાં નામઠામ પુછતા પોતે પોતાનુ નામ બહાદુરભાઇ કેશાભાઇ પરમાર ઉ.વ.૩૫, ધંધો મજુરી રહે.ભદ્રાવળ નં.૨, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે ઘોઘા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૦૦/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫(એફ), ૮૧ વિ. મુજબનો ગુન્હો નોધાયેલ હોય મજકુર ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે શિહોર પો.સ્ટે. ભાવનગરને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleછ વર્ષથી ખુન કેસમાં સુરત જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસઓજી
Next articleભાવનગર જિલ્લામાં 31માં માર્ગ સલામતી સપ્તાહમાં ટ્રાફિક જવાનો અને શાળાના બાળકો જનજાગૃતિ રેલીમાં જોડાયા