ગારીયાધાર પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીઓ ઝડપાયા

1021

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગારીયાધાર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૪૬/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૧,૩૪ વિ. મુજબના ગુન્હાના કામન આરોપીઓ (૧) મનજીભાઈ ઉર્ફે લાલાભાઈ ઉર્ફે લાલી દોલાભાઈ વાઘેલા ઉ.વ.૨૦ રહે.ગરીબપરા ગામ,તા.ઘોઘા જી.ભાવનગર તથા (૨) અનવરભાઈ અયુબભાઈ દેવાણી ઉ.વ.૪૨ રહે. જંગ્લેશ્વર,યશ એપાર્ટમેન્ટ બ્લોક નં- ૧૦૩ રાજકોટ વાળાઓને ગારીયાધાર બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Previous articleભાવનગર જિલ્લામાં 31માં માર્ગ સલામતી સપ્તાહમાં ટ્રાફિક જવાનો અને શાળાના બાળકો જનજાગૃતિ રેલીમાં જોડાયા
Next article‘ગાંધી પદયાત્રા’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે લોકોમાં ઉત્સાહના ઘોડાપુર :કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા