ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે તળાજા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૭૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ વિ. મુજબના ગુન્હાના કામના આરોપી સુગ્રીવભાઇ ઉર્ફે ઢબાભાઇ ઉર્ફે શબરી બાલાભાઇ પરમાર ઉ.વ.૩૨ રહેવાસી-મલવાળા, મફતીયાપરૂ, કોટડા સાંગાણી જી.રાજકોટ વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા તથા જયેશભાઇ ધાંધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.